ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા રમાડતી આંતર જિલ્લા ટુર્નામેન્ટમાં જૂનાગઢ જિલ્લાની ટીમે સુરેન્દ્રનગર જિલ્લા ટીમ સામે 50 ઓવર માં 382 રન નો વિશાળ લક્ષ્ય ચેસ કરી 5 વિકેટ એ જીત મેળવી હતી.જૂનાગઢ ના કેપ્ટન જ્યોર્તિર પુરોહિતની આગેવાનીમા પ્રથમ બોલિંગ કરતા સુરેન્દ્રનગરની ટીમ 50 ઓવરમા 381 રન બનાવ્યા હતા.જે રન નો પીછો કરતા જૂનાગઢના ઓપનર રિધમ નકુમે ટીમને સારી શરૂઆત આપી હતી જેમાં રિધમ નકુમ 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 133 (95) ની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ત્યાર બાદ જ્યોર્તિર પુરોહિતે 71 (66) અને ફિનીશર તરીકે આત્મન છાટબાર અણનમ 75 રન કરી જૂનાગઢની ટીમે 5 વિકેટ એ જીત મેળવી હતી.જેમાં મેચ ના મેન ઓફ ધ મેચ રિધમ નકુમ જાહેર થયો હતો.