ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ ગેર કાયદેસર નાણા ધીરનાર અને ઊંચા વ્યાજે રૂપિયા આપી વ્યાજખોર સામે રાજ્ય ભરમાં જુમ્બેશ ચાલી રહીછે જેના અનુસંધાને જૂનાગઢ રેન્જ આઇજી મયંક સિંહ ચાવડાની રાહબરી હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટી અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીતના અધિકારીને ઉપસ્થિતિમાં શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસનો ઉપદેશ એ હતો કે સામાન્ય લોકો વ્યાજખોરો ના ત્રાસ માંથી મુક્તિ મળે અને બેંકો તેમજ નાણાકીય સંસ્થાના સંકલનથી લોકોને સેહલાયથી ઓછા વ્યાજદરની લોન મળી શકે તેવી જૂનાગઢ પોલીસે પ્રજાલક્ષી પહેલ કરી હતી.
આ લોન ધિરાણ માર્ગદશન કેમ્પ માં જરૂરિયાત મંદ શહેરીજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ચાલતી સરકારી યોજના પી.એમ.સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજના તેમજ માનવ કલ્યાણ યોજનામાં 10 હજાર થી લઈને 12 લાખ સુધીની લોન સેહલાય થી મળી રહે તેવું આયોજન કેમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ બેન્ક ના સહયોગ થી લોકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.