ભારત સરકાર દ્વારા માતા અને બાળકના રસીકરણને ડિજિટલ કરવા માટે પ્રથમ ફેસમાં સંપૂર્ણ ભારતવર્ષ માંથી 65 જીલ્લાને ઞ-ઠશક્ષ એપ્લિકેશન અનાવરણ (લોન્ચ) માટે નકી કરવામાં આવેલ છે.જેમાં દિવ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દિવ દ્વારા ગવર્મેન્ટ હોસ્પિટલ દિવ ખાતે તા. 1 ફેબ્રઆરી 2023 ના રોજ રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત “ઞ-ઠશક્ષ ફાાહશભફશિંજ્ઞક્ષ” ને દીવ જીલ્લાના કલેકટર ફવર્મન બ્રમ્હાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દીવ દ્રારા, અનાવરણ (લોન્ચ) કરવામાં આવી. જેમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, ડો. જિલાની અને ગવર્મેન્ટ હોસ્પિટલ ના ઇન્ચાર્જ ડો. શર્મા તેમજ હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યા ઞ-ઠશક્ષ ફાાહશભફશિંજ્ઞક્ષ વતી સગર્ભા માતા અને બાળકોને મળનાર રસિકરણ અને અન્ય સવાઓ ડિજિટલ માધ્યમથી સંગ્રહિત કરવામા આવશે અને લાભાર્થી પોતે મળેલ રસીકરણ સર્ટિફિકેટ કોઈ પણ જગ્યાએથી નીચે મુજબ લીંક વતી ડાઉનલોડ કરી શક્શે. અને રસીકરણ માટે ફાાજ્ઞશક્ષળિંયક્ષિં લઈ લઇ શકશે. ઞ-ઠઈંગ જયહર છયલશતિફિંશિંજ્ઞક્ષ: ીૂશક્ષતયહરયિલશતિફિંશિંજ્ઞક્ષ.ળજ્ઞવરૂ.લજ્ઞદ.શક્ષ ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. જિલાની અને ગવર્મેન્ટ હોસ્પિટલ ના ઇન્ચાર્જ ડો. શર્માના જણાવ્યા મુજબ દિવ જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે દરેક બાળકો એ રાષ્ટ્રીય રસીકરણ પત્રક મુજબ ઉંમર મુજબ જન્મસમયે, 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને, 9 મહિને, 1.5 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે અને 16 વર્ષે રસીકરણ લે અને સગભો માતાને મિંનું રસીકરણ સમયસર જરૂર મુકાવે.
દિવ હોસ્પિટલમાં U-WIN એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી
Follow US
Find US on Social Medias