પીએમ મોદીએ પૂજા-અર્ચના કરી વેંકટેશ્વરના લીધા આશીર્વાદ
મોદીએ 2019માં ભગવાન વેંકટેશ્ર્વરના મંદિરની મુલાકાત લીધી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ભગવાન વેંકટેશ્વરની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. ઙખએ તિરુપતિ મંદિરની પોતાની તસવીરો પોસ્ટ કરી અને લખ્યું – ’તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.’
પીએમ 3 દિવસના તેલંગાણા પ્રવાસ પર છે. આ દરમિયાન તે ગઈકાલે રાત્રે (26 નવેમ્બર) તિરુપતિ પહોંચી ગયા હતા. ઙખની મુલાકાતને ધ્યાનમાં રાખીને, તિરુપતિ દેવસ્થાને જાહેરાત કરી છે કે ટઈંઙ દર્શન 27 નવેમ્બરે રદ રહેશે. તિરુમાલાથી રવાના થયા બાદ પીએમ મોદી 12:45 વાગ્યે મહબૂબાબાદ અને 2:45 વાગ્યે કરીમનગરમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી હૈદરાબાદમાં સાંજે 5 વાગે મેગા રોડ શો થશે, ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 નવેમ્બરની સાંજે તિરુપતિ પહોંચ્યા હતા. અહીંના એરપોર્ટ પર આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ તેમનું સ્વાગત કર્યું.
- Advertisement -
વડાપ્રધાન મોદી અને સીએમ જગન મોહનની મુલાકાતને ધ્યાનમાં રાખીને તિરુમાલામાં કડક સુરક્ષા રાખવામાં આવી રહી છે. રેનિગુંટા એરપોર્ટથી તિરુમાલા હિલ તરફ જતા રસ્તાઓ પર ચેકપોઇન્ટ બનાવીને સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને વાહનોની અવરજવર પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.