ઢેબરભાઈ રોડ નાગરિક બેંક ચોકથી બસ સ્ટેન્ડ સુધી વન-વે આવકમાં દુર કરવા બાબત સહીત તથા ગોંડલ રોડ પી.ડી.માલવીયા કોલેજ ઓવરબ્રિજ પુલ પાસે ટ્રાફિક સમસ્યા અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સમક્ષ પત્રથી રજુઆત કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા
નાગરિક બેંક ચોકથી વન-વે હોવાથી ટ્રાફિક મક્કમ ચોકમાં ડાયવર્ટ થાય છે. મક્કમ ચોકથી ગોંડલ ચોક બ્રિજ સુધી ટ્રાફિકની સમસ્યા ગંભીર ઉદભવે છે. તેમજ પુલ પર વાહનોના થપ્પા થાય છે. ઢેબરભાઈ રોડ ફોર ટ્રેક રોડ છે. વ્યાપારીઓની પણ ઘણા સમયથી ફરિયાદ છે. જે ધ્યાને લઇ, ઢેબરભાઈ રોડ પર નાગરિક બેંક ચોકથી બસ સ્ટેશન સુધી વનવે આવક દુર કરવી જરૂરી છે. તેમજ પી.ડી.માલવીયા કોલેજ ગોંડલ રોડ જ્યાં ઓવરબ્રિજ પુલ છે જે મક્કમ મોટર ગેરેજ નાગરિક બેંક સાથે સંકળાયેલ છે. જ્યાં ટ્રાફિકની સમસ્યા વધારે છે તેમજ નાગરિક બેંક ચોકથી લોધાવાડ ચોક સુધી પહોંચવા ખુબ જ સમય લાગે છે તેમજ ટ્રાફિક પોલીસ પણ પૂરતું ધ્યાન આપવાની ફરિયાદ છે.
- Advertisement -
વધુમાં, તા.૦૨/૦૬/૨૦૨૦થી પ્રવાસી જનતા માટે તેમજ રાજકોટ શહેર માટે ઢેબરભાઈ રોડ ખાતે આવેલ અને અંતમાં એટલું જ કે, જે તે વખતે ઉપરોક્ત જાહેરનામું પડેલ હતું અને હવે નવું બસસ્ટેન્ડ ચાલુ થઇ થયેલ હોય તો ઉપરોક્ત જાહેરનામું તાત્કાલિક રદ કરવું. પ્રવાસીઓ તથા આજુબાજુ શહેરના ગામડાઓથી ખરીદી અર્થે આવતા શહેરીજનતાનાં વાહનોને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે વાંચન ક્રમાંક(૨) અન્વયે પ્રસિદ્ધ કરેલ ફોરવ્હીલ વાહનો માટે અવરજવર કરવા માટેની છુટ આપતું જાહેરનામું રદ કરવામાં આવે છે, તો સ્પષ્ટપણે જણાવવાનું કે, એ જયારે નવનિર્મિત મુખ્ય બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયેલ છે તો એ જાહેરનામું રદ કરવા આ તકે મારી અંગત ભલામણ તેમજ વ્યાપારીઓની લાગણીને ધ્યાનમાં રાખી આ જાહેરનામું રદ કરવા અને વાહનો માટે ખુલ્લું મુકવા વિનંતી છે.
જેથી તે જગ્યા પર ટ્રાફિક બંદોબસ્ત વધારવો જરૂરી છે તેમજ રાજકોટ નાગરિક બેંક, ઢેબરભાઈ રોડ જે ત્રિકોણબાગ પહોંચે છે અને બે રસ્તા છે જેમ એક માર્ગ વન-વે છે જે બંને માર્ગ આવક જાવક માટે ખુલ્લા મુકવા જરૂરી છે.
ઉપરોક્ત બાબતે પોલીસ કમિશનરશ્રીને લેખિત રજુઆત દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરેલ.


