ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આગામી જન્માષ્ટમીના મહાપર્વ તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેના માટે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા એસ.પી.કચેરી ખાતે વિવિધ સમાજના જ્ઞાતિના આગેવાનો તેમજ સંસ્થાના આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓની હાજરીમાં એક મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું અને જન્માષ્ટમી તહેવાર શું વ્યવસ્થિત અને સારી રીતે ઉજવાય તે માટેના સૂચનો આવકાર્ય હતા જેણે સૂચનો કર્યા તા એ સૂચનો વિષે પોલીસ અધિક્ષકએ ધ્યાને લઈ અને અમલવારી કરવામાં આવશે ખૂબજ શાંતિપૂર્ણ રીતે આ લોક દરબાર યોજાયો હતો જેમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સહીત વિવિધ સમાજના આગેવાનો અને સંસ્થાન આગેવાનો ઉપસ્થિત રહી ને સૂચનો કાર્ય હતા.