સ્થાનિક લોકોની કમિટી બનાવી સરકારમાં નવિનીકરણ યોજના માટે દરખાસ્ત કરવા આયોજન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં જર્જરિત બની ગયેલા શનાળા રોડ હાઉસિંગ ક્વાટર્સ મામલે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સ્થાનિકો સાથે મિટિંગ યોજી વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી અને સાથે જ સ્થાનિક લોકોની કમિટી દ્વારા નિર્ણય કરી સરકારમાં જર્જરિત આવાસોની નવીનીકરણ યોજના વિષે યોજના ઘડવા નક્કી કરાયું હતું. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વર્ષો જુના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર મામલે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સ્થાનિક રહેવાસીઓ સાથે બેઠક યોજી પ્રશ્નનો ટૂંક સમયમાં ઉકેલ લાવવા ખાતરી આપતા સ્થાનિક રહેવાસીઓમાં આનંદ છવાયો હતો.
- Advertisement -
આ બેઠકમાં હાઉસિંગ બોર્ડના 86 બિલ્ડીંગમાં દરેક બિલ્ડીંગ દીઠ સ્થાનિક આગેવાનોની કમિટી બનાવી સરકારમાં નવીનીકરણ યોજના માટે દરખાસ્ત કરવા નક્કી કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અમૃતિયાની આગેવાનીમાં યોજાયેલ આ બેઠકમાં હાઉસિંગ બોર્ડના અગ્રણી હિરેનભાઈ પરબતભાઇ કરોતરા, લાભુબેન કરોતરા, જેન્તીભાઇ વિડજા, શૈલેષભાઇ માકાસણા, પ્રભાતદાન ગઢવી, દેવેન્દ્રભાઈ સજનપર, જયશ્રીબેન વાઘેલા, યોગીભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.