નિવૃત્ત શિક્ષક પ્રવીણ નિમાવતને વાઈસ ચેરમેન બનાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે હોદેદારોની આજે નિમણુક થઇ છે. જેમાં ચેરમેન તરીકે વિક્રમ પૂજારા અને પ્રવીણ નિમાવતની નિમણૂંક કરવામાં આવી છે. મેયરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી અને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદેદારોના નામ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ સમિતિના સભ્યો પાસેથી રાજીનામાં લેવામાં આવ્યા હતા. રાજીનામાં બાદ ચૂંટણી દ્વારા શિક્ષણ સમિતિની રચના થઇ હતી.
- Advertisement -
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શહેરની 93 સ્કૂલોનો સમાવેશ થાય છે જેનો તમામ વહીવટ સમિતિ દ્વારા કરવામાં આવતો હોય છે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ સમિતિના તમામ હોદ્દેદારોના રાજીનામાં લેવાઈ ગયા હતા. ત્યારબાદ ફરીથી તેની ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપે જાહેર કરેલ 12 સભ્યો તેમજ સરકાર નિયુક્ત 3 મળી કુલ 15 સભ્યોના નામમાં પ્રવીણ નિમાવત, વિક્રમ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમ રબારી, ઇશ્વર જીત્યા, હિતેશ રાવલ, રસિક બદ્રકિયા, અજય પરમાર, મનસુખ વેકરિયા, સંગીતા છાયા, જાગૃતિ ભાણવડિયા અને સુરેશ રાઘવાણીનો સમાવેશ થાય છે. જ્યારે સરકાર નિયુક્ત 3 સભ્યોમાં જયદિપ જલુ, સંજય ભાયાણી અને જગદિશ ભોજાણીનું નામ નક્કી કરવામાં આવ્યું છે.