47.74 લાખની સહાય મંત્રી રાઘવજીભાઇ- ભાનુબેનની ઉપસ્થિતિમાં ચુકવાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે જે ગામોમાં ભારે વરસાદના કારણે ઘરવખરી પલળી જવાથી થયેલ નુકશાની, મકાનોને નુકશાની, તણાઇ જવાથી કે ડુબી જવાથી પશુ મૃત્યુ અને માનવ મૃત્યુ વગેરે થયેલ નુકશાન અંગે સહાય આપવા માટે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલને રજુઆત કરી હતી.
- Advertisement -
જેને ધ્યાને રાખીને સરકારે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, મકાન અને ઘરવખરી માટે રાજકોટ જિલ્લામાં રૂ.47.94 લાખ ની સહાય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો સહકારી આગેવાનો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ચુકવવામાં આવી છે. આ ઉપરાંત હજુ સવેઁ સંબંધિત વિભાગો દ્વારા હાલ પૂરજોશમાં ચાલી રહ્યોં છે.જેની સહાય સવેઁ કામગીરી પુર્ણ થયે વહેલી તકે ચુકવવામાં આવશે.