રાજકોટમાં હાલ મિશ્રઋતુના કારણે રોગચાળો વકર્યો છે. લાંબા સમય બાદ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. આ સિવાય શરદી-ઉધરસ તેમજ તાવનાં 316 ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 102 કેસ સપ્તાહમાં નોંધાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગયું છે. ગત સપ્તાહની સરખામણીએ શરદી-ઉધરસ-તાવના કેસોમાં ઘટાડો થયો છે, જ્યારે ઝાડા-ઉલટીનાં કેસોમાં વધારો નોંધાયો છે.
- Advertisement -
જ્યારે હાલ કંજક્ટિવાઈટીસ રોગે પણ ભરડો લીધો છે ત્યારે શુક્રવારથી સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસમાં વધારો થયો છે. 20 ટકા જેટલો આંખના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહીને લઈ રોગચાળો વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાય નહીં તેનાં માટે ઠેર-ઠેર ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.