લૂ લાગવાથી મોતની ઘટનામાં અચાનક મોટો ઉછાળો
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં 365 દિવસમાંથી 331 જેટલા દિવસ દરમિયાન ગરમીની સિઝનનો જ અહેસાસ રહે છે. આ રિપોર્ટ તાજેતરમાં સામે આવ્યો હતો. અમદાવાદની દેશના અન્ય શહેરોની પણ આવી સ્થિતિ છે. બીજી તરફ વર્ષ 2023ના 6 મહિનાના અરસામાં ગરમીમાં લૂ લાગવાના કારણે 35 લોકોનાં મોત થયાં છે. હિટવેવના કારણે ગુજરાતમાં વર્ષ 2015માં 17, 2016માં 7, 2018માં અને 8 લોકોએ તોડ્યો વર્ષ 2023ના 6 મહિનાના અરસામાં હિટવેવના કારણે મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
- Advertisement -
દેશમાં હિટવેવમાં સૌથી વધુ મોત કેરળમાં થયા છે. 120 લોકોનાં ભારે ગરમીના કારણે લૂ લાગવાથી મોત નોંધાયા છે. બીજા ક્રમે ગુજરાતમાં 35 લોકોનાં મોત થયા છે. એ જ રીતે તેલંગાણામાં 20, મહારાષ્ટ્રમાં 14, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 12-12, પશ્ચિમ બંગાળમાં 11, મધ્યપ્રદેશમાં 10, હિમાચલ પ્રદેશમાં 9, બિહારમાં 8 અને આંધ્રપ્રદેશમાં 4 વ્યક્તિનાં મોત થયા છે.
લૂ લાગવાથી મોતની ઘટના અટકે તે માટે સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં ભારે ગરમી પડવાની હોય તેવી સ્થિતિમાં હવામાન ખાતા દ્વારા આગોતરી આગાહી કરવામાં આવે છે અને ભર તડકે બહાર નહીં નીકળવા લોકોને સલાહ અપાય છે. લૂ લાગવાના કારણે થયેલી મોતના આ આંકડા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.