વોટર કેનનથી ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યું: રાજકોટથી ઉદયપુર અને ઈન્દોરની ફ્લાઈટ હાલ પુરતી મોકૂફ રખાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પુણે વચ્ચે આજથી નવી ફ્લાઇટની શરૂઆત થઈ છે. આજે સવારે આ ફ્લાઈટ રાજકોટ આવી પહોંચતા રાજકોટ એરપોર્ટ ઉપર વોટરકેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જુલાઈ માસમાં રાજકોટ એરપોર્ટથી ત્રણ નવી ફ્લાઇટ શરૂ થવાની હતી, પરંતુ એક જુલાઈથી શરૂ થનારી રાજકોટ-ઇન્દોર અને રાજકોટ-ઉદેપુરની ફ્લાઈટ શરૂ થઈ ન હતી. તે હાલ મોફૂફ રાખવામાં આવી છે. જ્યારે રાજકોટ-પુણેની નવી ફ્લાઈટ આજથી શરૂ થઈ છે. આ ફલાઇટ સવારે સાડા સાત કલાકે પુણેથી ઉડાન ભરીને નવ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. અને રાજકોટ એરપોર્ટ પરથી 9-45 કલાકે ટેક થશે અને 11-20 કલાકે એરપોર્ટ પર લેન્ડ થશે.
આજથી રાજકોટ-પુણે નવી ફ્લાઇટ શરૂ થઇ છે, જેનું ભાડું અંદાજે 7800ની આસપાસ રહેશે. હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આગામી ઓગસ્ટ મહિનામાં શરૂ થશે તેવી શક્યતા છે. નવું એરપોર્ટ શરૂ થાય તે પહેલા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે નવી ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટથી પુણેની નવી ફ્લાઇટ પહેલા અગાઉ રાજકોટથી ગોવા અને બેંગાલુરુની ફ્લાઇટ નિયમિત કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં ઉદયપુર અને ઇન્દોરની હાલ પુરતી મોકૂફ રખાયેલી ફ્લાઇટનું નવું શિડ્યૂલ પણ જાહેર કરવામાં આવી શકે છે.