ભારત vs ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલના ત્રીજા દિવસે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મેચ જોવા પહોંચ્યા. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે,
શુક્રવારે લંડનના ધ ઓવલ ખાતે ચાલી રહેલી ભારત vs ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલના ત્રીજા દિવસે નવી સગાઈ કરાયેલ દંપતી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મેચ જોવા પહોંચ્યા. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે સ્ટેન્ડ પર બેઠેલા જોઈ શકાય છે.
- Advertisement -
Parineeti Chopra and Raghav Chadha are watching the WTC Final at The Oval in London pic.twitter.com/KtCjptb8um
— Gurkanwal Singh Dhillon (@00gurkanwal00) June 9, 2023
- Advertisement -
અભિનેત્રીએ સફેદ ડ્રેસ ઉપર ગ્રીન જેકેટ પહેર્યું હતું. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા અને બ્લેક શેડ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો. રાઘવે બ્લુ સ્વેટર અને ફોર્મલ બ્લેક પેન્ટ પહેર્યું હતું.આ પહેલા બંને આઈપીએલ મેચ એકસાથે જોતા જોવા મળ્યા છે.
લંડનમાં ફેન્સ સાથે ક્લિક કરેલો ફોટો આ સિવાય રાઘવ-પરિણીતીનો લંડનની ગલીઓમાં ફરતા ફોટો પણ સામે આવ્યો છે. આ ફોટામાં, કપલ કેઝ્યુઅલ આઉટફિટમાં અને ફેન સાથે ફોટો ક્લિક કરતી વખતે હસતાં જોવા મળે છે.
This pic of #ParineetiChopra with fiancé #RaghavChadha in London, is going viral! They bumped into content creator Pallavi Raj! pic.twitter.com/p9KdIvWOnS
— Bollywood Buzz (@BollyTellyBuzz) June 9, 2023
તમને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 13 મેના રોજ નવી દિલ્હીમાં પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે સગાઈ કરી હતી. તેઓ આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં લગ્ન કરી શકે છે. રિપોર્ટ અનુસાર પરિણીતી અને રાઘવ થોડા દિવસો પહેલા રાજસ્થાનના ઉદયપુર પહોંચ્યા હતા, જ્યાં તેઓ લગ્ન સ્થળ શોધી રહ્યા હતા.
પરિણીતી ચોપરા છેલ્લે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની સાથે સૂરજ બડજાત્યાની ઉંચાઈમાં જોવા મળી હતી. પરિણીતી ટૂંક સમયમાં જ દિલજીત દોસાંઝ સાથે ‘ચમકિલા’માં જોવા મળશે, જેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલી કરી રહ્યા છે.