ગોંડલ
દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી ગોંડલના ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરી ગોંડલ અને કોટડાસાંગાણીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો આ તકે સ્વસહાય જુથને રીવોલ્વીંગ ફંડની ચુકવણા અંગેના ચેકનું વિતરણ ગ્રામ્ય સંગઠનને સીઆઈએફ નું ચુકવણા અંગેના ચેકનું વિતરણ, સ્વસહાય જુથને બેંક લોન સેન્સન લેટર, માહી પાર્લર મંજૂરીપત્ર, બેંક સખી, બીસી સખી નિમણૂક પત્ર, ગ્રામપંચાયત મારફતે સાફ સફાઈ માટે સહાય જૂથ સાથે એમઓયુ કરાર, ગ્રામ સંગઠન અને સ્વસહાય જૂથના વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું તેમજ ગ્રામ વિકાસ યોજનાના મહિલા કર્મચારીઓનું સન્માન પત્ર એનાયત, જય સિકોતરમાં મિશન મંગલમ સુલતાનપુર, શિવ શક્તિ મિશન મંગલમ વાસાવડ, આંબેડકર મિશન મંગલમ મેતા ખંભાળીયા, જય સરસ્વતી મિશન મંગલમ સુલતાનપુર, જય કિશન મિશન મંગલમ દેરડી કુંભાજી, જય અંબે મિશન મંગલમ દેરડી, જય આધ્યાશક્તિ મિશન મંગલમ મોટાદડવા, મારુતિ મિશન મંગલમ મોટાદડવા, કીશા-વિશા મિશન મંગલમ પાટખીલોરી, જય મોમાઈ મિશન મંગલમ પાટખીલોરી, રાધે સખીમંડળ ખડવંથલી, ચામુંડા મિશન મંગલમ રાજપરા, દિશા મિશન મંગલમ સોડિયા, ચામુંડા મિશન મંગલમ સોડિયા, મચ્છોમાં મિશન મંગલમ રાજપરા, ખોડલ મિશન મંગલમ વેરાવળ, ભક્તિ મિશન મંગલમ વાદીપરા, રામેશ્વર મિશન મંગલમ થોરડી, આરાધના મિશન મંગલમ કોટડા સાંગાણી, પ્રેરણા મિશન મંગલમ શાપર વેરાવળ, આરોગ્ય મિશન મંગલમ જુની મેંગણી અને મુરલીધર મિશન મંગલમ સતાપર ને ચેક અપાયાં હતા આ તકે અધિકારીઓ અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા સોશિયલ ડિસ્ટન્સ પાલન કરાયું હતું


