દર મહિના ના પહેલા રવિવારે સુદામા ની ઝોળી નું આયોજન કરી રાશન કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે
- Advertisement -
ગોંડલ
માર્ચ મહિનો એટલે વાર્ષિક હિસાબો સરભર કરવા નો મહીનો, પરંતુ રોટરી ક્લબ ગોંડલ ને ખાલી સેવા નો સરવાળો જ કરવાનો હોઈ એટલે જ અહીં તો માત્ર પહેલો રવિવાર જ મહત્વનો , પછી મહિનો તો કોઈ પણ હોઈ… આ સંસ્થા પોતાના કર્મ અને સિદ્ધાંતો ને સદાય સમર્પિત રહી છે.
માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે 175 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાય છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા તથા ડુંગળી સહિત લગભગ 10કિલો ખાદ્ય સામગ્રી સમાવિષ્ટ હોઈ છે.
દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે, છેલ્લા 5 વખત થી ઝોળી માં દરેક પરિવાર ને 500 ગ્રામ ચણા ના લોટ ના પેકેટ વધારાની સામગ્રી સ્વરૂપે અપાય છે જેના દાતાશ્રી એ પોતાનું નામ અજ્ઞાત રાખવા ની વિનંતી કરેલ છે.


