વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના ખ્યાલને આગળ વધારવા ગુજરાત સરકાર હવે તેની આવશ્યકતાની ખરીદીમાં પણ ‘લોકલ’ બની રહી છે. રાજય સરકાર આ માટે એક ખાસ પોલીસી લઈને આવી રહી છે. દેશમાં જ ઉત્પાદીત અને પુર્વ રીતે સ્વદેશી ઉત્પાદનને મહત્વ આપવા ગુજરાત આ પ્રકારની પોલીસી લાવનાર દેશનું પ્રથમ વખત રાજય બની રહેશે.
રાજય સરકાર દર વર્ષ તેની આવશ્યકતા મુજબ દર વર્ષે રૂા.1 લાખ કરોડના ઉત્પાદનો અને તથ્ય આવશ્યકતા ખરીદે છે. જેમાં હવે ‘લોકલ’ ને જ પ્રાથમીકતા અપાશે. રાજય સરકાર સાત વર્ષના સમયગાળા બાદ તેની નવી પરચેઝ-પોલીસી લાવી રહી છે. સરકાર હેવી ઈકવીપમેન્ટની સ્ટેશનરી સુધીની ખરીદીમાં આ નવી નીતિ લાવી રહી છે અને આ ખરીદીમાં સરકાર એમએસએમઈને પ્રાથીમકતા આપશે જે ભારતમાં રોજગારી સર્જનનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. જો ભારતમાં ઉત્પાદીત ચીજો વિલંબ ન હોય તો તે વિદેશી કંપનીઓ સાથે કરાર થશે
- Advertisement -
જે સ્થાનિક ભારતીય કંપની કે કોઈ ઉપયોગ સાથે જોડાયેલી હોય તે જરૂરી છે અથવા તો તેનું ઉત્પાદન લાયસન્સ હેઠળ વિદેશ કંપની ભારતમાં કરતી હોય તે પણ જરૂરી રહેશે. ઉપરાંત જે દેશો ભારતની કંપનીઓને તેના ઉત્પાદન સરકારી ખરીદીમાં સમાવાતા નથી તે દેશોની કંપનીઓને પણ બ્લેક લીસ્ટેડ કરવામાં આવશે. જો કે આ નવી પરચેઝ પોલીસીમાં ટેન્ડર કે સિકયોરીટી ડિપોઝીટના જે નિયમો છે તેમાં કોઈ ફેરફાર કરાશે નહી. જો કે સ્ટાર્ટઅપ કંપનીઓને લઘુતમ ટર્નઓવર વિ.માંથી મુક્તિ અપાશે.