નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક
રવિતેજા વાસમશેટીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. બી. ગઢવી ની સુચના મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કડક હાથેકામ લેવાની સુચના કરતા માણાવદર પોલીસ સ્ટેશન પીએસઆઇ પી.વી.ધોકડીયા એ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપતા
માણાવદર પોલીસ સ્ટેશનના પો. કોન્સ વિક્રમભાઇ મનસુખભાઇ પરમાર પો.કોન્સ.વિપુલભાઈ રમેશભાઇ ગોહિલ, પો.કોન્સ. રવિન્દ્રભાઇ હમીરભાઇ વાંક, પો.કોન્સ. રવિભાઇ ખીમાભાઇ ધુળા સહિતના માણસોની ટીમ દ્વારા માણાવદરના સ્ટેશન પ્લૉટ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નો જુગાર રમતા વનરાજ ચુડાસમા, કમલેશ કોટેચા, રાકેશ સોલંકી ને રોકડ રૂ.4975 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને તેમની સામે જુગાર ધારા કલમ બાર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


