ચીનમાં વધતા કોરોના કેસથી યુરોપના દેશો પણ એલર્ટ: નવા પ્રતિબંધો જાહેર
ચીનમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે અને હવે ચીનના ગ્રામીણ વિસ્તારોમાં પણ સંક્રમણે ફેલાવો શરુ કરતા જ ઓમીક્રોનના આ નવા વેરીએન્ટ માટે વેકસીનની પ્રોડકશન ટ્રાયલ પણ શરુ કરી દેવામાં આવી છે. ઓમીક્રોનના નવા વેરીએન્ટના કેસ ચીનમાં વધવા લાગ્યા છે
- Advertisement -
અને તેની સામે કેનસીનો બાયોલોજીક્લ ઈન્ક (કોવીડ એમ-આરએનએ) બુસ્ટર ડોઝ વેકસીનનું પરીક્ષણ ચીને શરુ કર્યુ છે અને આગામી દિવસોમાં ટ્રાયલ બેઈઝ પર આ વેકસીન ચીનમાં આપવામાં આવશે. ઓમીક્રોનનું આ નવા વેરીએન્ટના સૌથી વધુ કેસ ચીનમાં જોવા મળી રહ્યા છે જેને કાબુમાં લેવા માટે વર્તમાન વેકસીન કરતા બુસ્ટર ડોઝ તરીકે એમ-આરએનએ આધારીત વેકસીન માટે
હવે મુકાબલો કરવાની તૈયારીમાં છે તો બીજી તરફ વધુને વધુ દેશો ચીનથી આવતા પ્રવાસીઓ પર નિયંત્રણો મુકવા લાગ્યા છે. ગ્રીસ, જર્મની અને સ્વીડને ગુરુવારે ચીનથી આવતા પ્રવાસીઓ માટે કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફિકેટ ફરજીયાત અને કોરોન્ટાઈન માટેના નિયમો જાહેર કર્યા છે અને યુરોપના વધુ દેશો પણ ચીનથી આવતા પ્રવાસીઓને માટે ચકાસણી શરુ કરશે.