નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક
રવિતેજા વાસમશેટીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. બી. ગઢવી ની સુચના મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કડક હાથેકામ લેવાની સુચના કરતા માણાવદર પોલીસ સ્ટેશન પીએસઆઇ પી.વી.ધોકડીયા એ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપતા
માણાવદર પોલીસ સ્ટેશનના પો. કોન્સ વિક્રમભાઇ મનસુખભાઇ પરમાર પો.કોન્સ.વિપુલભાઈ રમેશભાઇ ગોહિલ, પો.કોન્સ. રવિન્દ્રભાઇ હમીરભાઇ વાંક, પો.કોન્સ. રવિભાઇ ખીમાભાઇ ધુળા સહિતના માણસોની ટીમ દ્વારા માણાવદરના બાંટવા હાઇવે રોડ ઉપર બાવળની કાટમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નો જુગાર રમતા ભરત ઉર્ફે મુનો રામભાઈ ચુડાસમા, બુધાભાઇ નથુભાઇ રાઠોડ, નિતેશ કવાભાઇ સરવૈયા ને રોકડ રૂ.3310 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને તેમની સામે જુગાર ધારા કલમ બાર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
- Advertisement -
અહેવાલ – જીજ્ઞેશ પટેલ માણાવદર


