ભાજપના નકલી મહંતે ભાજપના જ ઉમેદવાર રમેશ ટિલાળાને હરાવવા દિલથી પ્રયત્નો કર્યાં
કાર્યકરોનો એક જ સૂર: મૂળ ગૂંડા અને હાલ નકલી ગાદીપતિ દરેક ચૂંટણી વખતે ભાજપની ઘોર ખોદે છે, તેમને લાત મારવી જરૂરી
- Advertisement -
ઠગ મહંતનું ક્યાંય કશું જ ઉપજતું નથી, જ્ઞાતિજનોમાં પણ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભામાં ભાજપના ઉદય કાનગડને હરાવવા જેમ એક પૂર્વ મંત્રીજીએ ખૂબ ધમપછાડા કર્યા, કાવાદાવા કર્યા, પોતાનાં ભાઈ ભૂરેશ ઉર્ફે ભૂરિયા (નામ બદલાવ્યું છે)ને કામે લગાડ્યો અને જ્ઞાતિવાદનો દાવાનળ આખા વિસ્તારમાં ફેલાવ્યો- તેમ વિધાનસભા-70માં ભાજપનાં એક નકલી મહંતે ભાજપનાં જ ઉમેદવાર રમેશ ટિલાળાને હરાવવા જમીન-આકાશ એક કર્યા હતાં. જો કે, તેમની જ્ઞાતિનાં અને અન્ય ઓબીસી સમાજનાં લોકોએ વિધાનસભા 70માં ભાજપ તરફી ચિક્કાર મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે.
આખો શહેર ભાજપ અને હવે તો મતદારો પણ જાણે છે કે, આ બની બેઠેલો મહંત દરેક ચૂંટણી વખતે નાગની ઘોયણે ભોણમાંથી બહાર આવે છે અને ટિકિટ મેળવવા માટે જાત-જાતનાં ત્રાગાં કરે છે.
- Advertisement -
દરેક વખતે આ નકલી મહંત પોતાની જ્ઞાતિને આગળ ધરે છે, જ્ઞાતિને બખ્તર બનાવે છે. વાસ્તવમાં તે પોતે તેની જ્ઞાતિનો ઉતાર છે અને જ્ઞાતિનાં પચ્ચીસ-પચાસ લુખ્ખાઓ સિવાય કોઈનો તેને ટેકો નથી. બાકીનો 99% સમાજ આ નકલી મહંતની વિરૂદ્ધ છે.
આ વખતની ચૂંટણીમાં પણ આ નકલી મહંતે ટિકિટ મેળવવા ખૂબ ઉધામા કર્યા હતા. પણ સ્વાભાવિક રીતે જ દરેક રીતે ગેરલાયક એવા ઢોંગી ભગતને પાર્ટીએ ચોક્કસ જગ્યાએ લાત મારી હતી. આ વાતનો ખાર રાખી બગ ભગતે ટિલાળા વિરૂદ્ધ પ્રેસનોટનો મારો ચલાવ્યો હતો. આ પ્રેસનોટમાં એવો દાવો કરાયો હતો કે ટિલાળાથી અને ભાજપની સુથાર- કુંભાર- કડિયા વગેરે અનેક સમાજ નારાજ છે. આ પ્રકારની પ્રેસનોટનો નકલી ગાદીપતિએ દિવસો સુધી મારો કર્યો હતો. જો કે, ‘ખાસ-ખબર’ને મળતી માહિતી મુજબ આ નકલી મહંતનું નાક વઢાઈ ગયું છે અને વિશ્ર્વકર્મા સમાજ સહિતની જ્ઞાતિઓએ ભાજપ તરફી ચિક્કાર મતદાન કર્યું છે.
વિશ્ર્વકર્મા સમાજની ખાનગી મિટિંગો કરી ભાજપને હરાવવા કહ્યું
‘ખાસ-ખબર’ને જાણવા મળેલી વિગત મુજબ આ ઢોંગી મહંતે ખાનગી રાહે જ્ઞાતિનાં અગ્રણીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરીને ભાજપને હરાવવા પ્રયત્નો કર્યા હતાં. જો કે, ઠગ ભગતને મોઢે હાએ હા કરનારા એકપણ અગ્રણીએ આ કહેવાતા બાપુનું માન રાખ્યું ન હતું અને ભાજપ માટે જ કામ કર્યું હતું.