પુરઝડપે બુલેટ ચલાવતાં બે શખ્સોને ધીમેથી વાહન ચલાવવાનું કહેતા થઈ હતી માથાકૂટ

વેલનાથપરામાં થયેલી માથાકૂટમાં બી ડિવિઝનની ભયંકર ક્ધિનાખોરી

વૃદ્ધાએ વાહન ધીમે ચલાવવાનું કહેતા બંન્ને શખ્સોએ તેના સાગરીતોને બોલાવી માથાકૂટ કરી માર માર્યો

મોરબી રોડ વેલનાથપરામાં બે છોકરા બૂલેટ પર ફૂલ સ્પીડથી નીકળતાં શેરીમાં રહેતા સહદેવ સોંલકી નામના યુવાને તેને ધીમે હંકારવાના કહેતાં આ બંને છોકરા અને બંનેના પિતાએ આવી માથાકુટ કરી સહદેવના પિતા મહેશભાઈ સોલંકીને યુવાનના પિતાને ગિલ્લોલ મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. હાલ મહેશભાઈ સોલંકીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘાયલ થતાં હોસ્પિટલના બિછાને પહોંચેલા વેલનાથપરા શેરી નં. 2માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં મહેશભાઇ છનાભાઇ ગોહિલ (ઉ.વ.60)ની ફરિયાદ પરથી મનોજ, પ્રકાશ, મનોજનો દિકરો તથા પ્રકાશનો દિકરો મળી ચાર જણા સામે ગુનો નોંધ્યો છે.

જેણે મારા પિતાને ગિલ્લોલ મારી તે કુમાર સોલંકી અને રવિ રાઠોડ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ ન લીધી: ફરિયાદીના પુત્ર સહદેવ સોલંકી

ઘટનાના બીજા દિવસે વેલનાથપરામાં દારૂ વેંચતા હોય તેવો વિડીયો
ફરિયાદી મહેશભાઈ સોલંકીના પુત્ર સહદેવે જણાવ્યું હતું કે, બી ડિવિઝન પોલીસે એવું કહ્યું કે, આરોપીઓ ફરાર છે. પરંતુ સીસીટીવી મુજબ પ્રકાશ સોલંકી ઉર્ફે બાડો મોરબી રોડ પર જોવા મળ્યો હતો. આમ આરોપીઓ ખુલ્લેઆમ સોસાયટીમાં ફરી રહ્યા છે. છતા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતુ હોવાથી દારૂડિયાઓ શેરીમાં જ્યાં ત્યાં સૂઈ જાય છે લત્તાવાસીઓ આવા આવારાતત્વોથી ત્રાસી ગયા છે. કોઈપણને પૂછો તો કહે કે, દારૂ પ્રકાશ સોલંકીને ત્યાં મળી જશે. પરંતુ પોલીસ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી.

શું ‘ખાસ-ખબર’એ સ્ટેટ મોનિટરિંગ સેલને ફરિયાદ કરવી પડશે?

થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલે ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. જયારે બી ડિવિઝનમાં અનેક ફરિયાદો છતા કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું ત્યારે શું ખાસ ખબરે સ્ટેટ મોનિટરીંગ સેલને દરોડા પાડવા માટે ફરિયાદ કરવી પડશે.? કે પછી બી ડિવિઝન ફરિયાદના આધારે દેશી દારૂના અડ્ડા બંધ કરાવશે. જો ફરીથી સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડો પાડશે તો ફરીથી રાજકોટ પોલીસ તંત્રનું નાક કપાશે. કારણ કે, આવું બે વખત બની ચુંક્યું છે કે, સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સ્ટેટ મોનિટરીંગ સેલે દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હોય.

બી ડિવિઝન પોલીસે પ્રકાશ સોલંકી અને મનોજ સોલંકી વિરુદ્ધ સામાન્ય ગુનો નોંધી સંતોષ માન્યો

મારા પિતાને મોઢામાં ફ્રેક્ચર થયું પરંતુ પોલીસે FIRમાં ફક્ત પડી ગયાનું લખ્યું
મહેશભાઈ સોલંકીના દીકરા સહદેવના કહેવા મુજબ તા. 23 નવેમ્બરની રાત્રે ગાડી ચલાવવા મુદ્દે માથાકૂટ થયા બાદ પ્રકાશ સોલંકી, મનોજ સોલંકી, પ્રકાશના દીકરા રાહુલ અને સાહિલ, મનોજના દીકરા વિશાલ અને મહેન્દ્ર આ સિવાય તેના સંબંધી કુમાર સોલંકી અને રવિ રાઠોડ ધોકા, પાઈપ, ગિલોર અને છરા લઈને આવ્યા હતા. મારા પિતા મહેશભાઈ સોલંકીને ગિલ્લોલથી ઘાયલ કર્યા હતા. જેથી તેને મોઢાના ભાગે ઈજા થઈ છે અને તેના ટાંકા પણ આવ્યા છે દાઢીના ભાગે ફ્રેક્ચર થયું છે. પરંતુ બી ડિવિઝન પોલીસે કિન્નાખોરી રાખી એફઆઈઆરમાં ફક્ત ઈંટથી ઈજા થઈ હોય તેવો ઉલ્લેખ કર્યો છે.

મહેશભાઇએ હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરુ છું. મારે બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. સાંજે મારો મોટો દિકરો સહદેવ શેરીમાં ઉભો હતો ત્યારે મનોજનો દીકરો બૂલેટ લઇને નીકળ્યો હતો અને તેની પાછળ પ્રકાશનો દીકરો વિશાલ બેઠો હતો. બૂલેટ ફુલ સ્પીડથી ચાલતું હોઇ જેથી મારા દીકરા સહદેવે તેને ધીમુ બૂલેટ હંકારવાનું કહી સમજાવ્યો હતો. આથી મનોજનો દીકરો અને પ્રકાશનો દીકરો જતાં રહ્યા હતાં. ત્યારબાદ હું અને મારા બંને દીકરા સહદેવ તથા દિશાંત અમારા ઘર પાસે હતાં ત્યારે મનોજ, પ્રકાશ તથા બંનેના દીકરાઓ અમારા ઘર પાસે આવ્યા હતાં અને શું થયું હતું? તેમ પુછતાં સહદેવે છોકરાઓને બૂલેટ ધીમુ હંકારવા સમજાવ્યા હતાં. ત્યારબાદ રકઝક થઈ હતી. આ બાબતે અનેક વખત પોલીસમાં રજૂઆત કરી હોવા છતા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. બી ડિવિઝન પોલીસ બૂટલેગરોનો સાથ આપતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક રાજકીય નેતાઓએ પણ મુલાકાત લઈ દારૂનું વેચાણ બંધ કરવાની બાહેંધરી આપી હતી પરંતુ ત્યારબાદ કોઈ ડોકાયું નથી.

વૃદ્ધને ઘાયલ કરનાર કુમાર સોલંકીનાં ઈન્સ્ટામાં સીન-સપાટા
ફરિયાદીને ગિલ્લોલ મારી ઘાયલ કરનાર કુમાર સોલંકીએ ઈન્સ્ટાગ્રામ પર બંદૂક ચલાવતો હોય તેવો વીડિયો બનાવ્યો છે. તો શું આ પોલીસને દેખાતું નથી. બી ડિવિઝન પોલીસે આ મુદ્દે પણ તપાસ કરી નથી. આમ પ્રકાશ સોલંકી અને મનોજ સોલંકીના સાથીદારો ખુલ્લેઆમ ગન સાથે રાખીને ભયનું વાતાવરણ ઉભુ કરી રહ્યા છે.

વેલનાથપરામાં દેશી દારૂ પીધેલાં જ્યાં-ત્યાં નશામાં ધૂત નજરે પડે છે

બી ડિવિઝનની ક્ધિનાખોરી: સહદેવ સોલંકીનો આક્ષેપ
ફરિયાદી મહેશભાઈ સોલંકીના પુત્ર સહદેવે કહ્યું હતું કે, બી ડિવિઝન પોલીસના પીઆઈ રવિ બારોટને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેણે ફક્ત આશ્ર્વાસન જ આપ્યું છે, આ ઘટનામાં તેણે આરોપીઓને આડકતરો સાથ આપ્યો છે. FIRમાં ફ્રેક્ચર થયું કે, ટાંકા આવ્યા તેનો ઉલ્લેખ કરાયો જ નથી.

વેલનાથપરામાં વેંચાતા દેશી દારૂનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…