અત્યારસુધીમાં એમેઝોન, ફેસબુક- મેટા અને ટ્વિટર જેવી કંપનીઓમાંથી જ લોકોને નોકરીથી કાઢવાનાં સમાચાર મળી રહ્યાં હતાં. હવે ભારતીય સોશિયલ મીડિયાની કંપની શેરચેટ ShareChat એ પણ પોતાનાં ઘણાં કર્મચારીઓને બહાર કાઢ્યાં છે. કંપની પોતાના ફેન્ટસી પ્લેટફોર્મ Jeet11 ને પણ બંધ કર્યું છે.
વિશ્વભરમાં ચાલતી મંદીની લહેરે તો જાણે મોટી કંપનીઓમાં કર્મચારીઓની છટણી કરવાનો મોકો આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. એમેઝોન, ફેસબુક-મેટા, ટ્વિટરથી લઇને હવે શેરચેટ જેવું મોટું બેનર પણ કર્મચારીઓને નિકાળી રહ્યું છે. ભારતીય સોશિયલ મીડિયાની એપ ShareChat એ પોતાના ઘણાં એમ્પ્લોઇઝની છટણી કરી છે. એટલું જ નહીં પોતાના ફેન્ટસી પ્લેટફોર્મ Jeet11ને પણ બંધ કરેલ છે.
- Advertisement -
જાણો ShareChat વિશે
શેરચેટને મહોલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ ઑપરેટ કરે છે. આ કંપનીને ફંડીગ કરવાવાળી કંપનીઓમાં Google, Twitter, Snap અને tiger Global જેવી કંપનીઓ સમાવિષ્ટ છે.
Just In: #ShareChat lays off 5% of employees, shuts fantasy gaming vertical Jeet11
— A R L (@Lochan_ALR) December 2, 2022
- Advertisement -
આટલા કર્મચારીઓ પર પડશે અસર
શેરચેટની તરફથી કર્મચારીઓની છટણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દુનિયાભરમાં ટેક કંપનીઓ પોતાના બીઝનેસને રી-સ્ટ્રકચર કરી રહી છે. સૂત્રો અનુસાર શેરચેટનાં કર્મચારીઓની સંખ્યા 2300 જેટલી છે અને આ છટણીની અસર આશરે 100 જેટલા કર્મચારીઓને થઇ શકે છે.
કંપનીએ કહ્યું કે આ છે રેગ્યુલર પ્રોસેસ
કંપનીનાં પ્રવક્તાએ છટણી અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે અમે સમયાંતરે પોતાની બિઝનેસ સ્ટ્રેટજીઝની સમીક્ષા કરતાં રહીએ છીએ. કંપનીએ Jeet11 પ્લેટફોર્મ પણ બંધ કરી દીધેલ છે સાથે જે એપમાં કેટલાક ફંક્શન પણ બંધ કર્યાં છે. અને તેથી જ નવા કર્મચારીઓની ભરતી કરવા માટે કેટલાક કર્મચારીઓને કંપનીથી બહાર કરવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે રેગ્યુલર એક્ટિવીટી અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કંપનીનાં 5 ટકાથી પણ વધુ કર્મચારીઓને અસર કરશે.