પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે આવેલા અવધેશ આશ્રમના સંત વય પરમ પુજય રામગીરી બાપુ ભકિત સાથે લોકસેવાનું પણ ઉતમ કામ કરી રહ્યા છે. ત્યારે તા.૩૧/૧૨/૨૦૨૦ નારોજ પાટણ અને મહેસાણા જીલ્લાના જરૂરિયાત મંદ દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ અને મોતિયાનાં ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ચાણસ્મા તાલુકા, હારીજ તાલુકો, પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૨૨૦ દર્દીઓએ આંખોનું નિદાન કરાયું હતું. જે પૈકી ૮૦ દર્દીઓના આંખના મોતિયા ના ઓપરેશન માટે નિદાન કરવામાં આવતાં તાત્કાલિક ઓપરેશન કરવાનું થતું હોય ૮૦ દર્દીઓને રાજકોટ ખાતે રણછોદદાસ બાપુ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે મોકલવાની અવધેશ આશ્રમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. તદુપરાંત ૭૬ થી વધારે દર્દીઓએ ફિઝિયોથેરાપી ડોક્ટરની સેવાનો પણ લાભ લીધો હતો. અવધેશ આશ્રમના પરમ પુજ્ય રામગીરી બાપુ અને ખોરસમ ગામના સેવક ભાઈ-બહેનો દ્વારા આ કેમ્પનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.દાતાઅો થકી આવેલ દર્દીઅોને ભોજન પણ આવ્યું હતું.
અવધેશ આશ્રમ ખોરસમના પરમ પુજય રામગીરી બાપુ દ્વારા આજ રોજ ૧૫ મા મોતિયાના કેમ્પ થકી છેલ્લા પાંચ વર્ષમાં જરૂરિયાત મંદ આંખોના દર્દીઓના મફત મોતિયા ના ઓપરેશન કેમ્પનું આયોજન દ્વારા ૭૫૦૦ દર્દીઓ ને મફત આંખના ઓપરેશન કરાવી માનવ સેવાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડી સાચા સંતની આ વ્યવહારિક જગતમાં અોળખ ઉભી કરી છે.તેવું અવધેશ આશ્રમના પરમ પુજ્ય રામગીરી બાપુએ જણાવ્યું હતું.
જેઠી નિલેષ પાટણ.


