પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ અવધેશ આશ્રમ ખાતે પાટણ જીલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્ધારાઆજ રોજ બપોરના ૨:૦૦ કલાકે અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરના નિર્માણ અર્થે પાટણ જિલ્લાના સંતો નું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં પાટણ જિલ્લાના તમામ ગામોએ સંતો દ્વારા લોકસંપર્ક થકી અયોધ્યા ખાતે નિર્માણાધીન થઈ રહેલા રામ મંદિર માટે નિધિ એકત્રીકરણ માટે ત્રણ દિવસ સુધી પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરવામાં આવશે. તેના પૂર્વ આયોજન માટે આ સંત સંમેલનમાં મુજપુર ના પરમ પૂજ્ય શિવાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ઉપસ્થિત પાટણ જિલ્લાના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને સૂચનો આપવામાં આવી હતી. અને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાટણ જિલ્લાના સંતો જેવા કે ખોરસમ અવધેશ આશ્રમના પુજય રામગીરી બાપુ પાટણ જીલ્લા સંત માર્ગદર્શક સંયોજક, ચંદ્રુમાણા રામમઢી ના પુજ્ય નિત્યાનંદજી મહારાજ, અવધ કિશોરજી મહારાજ મોઢેરા,ગોદડીયા પરંપરાના મહારાજ અરીઠા, વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર પ્રાંતના કિર્તીભાઈ મહેતા ,શ્રી રામ જન્મભુમિ નિર્માણ નિધિ સમર્પણ સમિતિ જીલ્લા સંયોજક હિતેષભાઇ ઠકકર,પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નીતીનભાઇ વ્યાસ, આશિષભાઇ મોદી વિશ્ર્વ હિન્દુ પરિષદ મંત્રી,ધીરૂભાઇ કપુરીયા સંતોના ઉ. ગુજરાતના સંયોજક, ભાવેશભાઇ ઠકકર,લક્ષ્મણભાઇ ચુડાસમા વિશ્ર્વ હિન્દુ પરિષદના પદાધિકારી, સહિત્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને ખોરસમ ગામના સરપંચ, ગામના લોકો, સેવકો સહિત આજુબાજુના ગામોના રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ.


