અરુણાચલ પ્રદેશમાં આજે સવારે અચાનક ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમી નીચે નોંધાયુ
અરુણાચલ પ્રદેશમાં આજે સવારે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ સિયાંગમાં સવારે 10.31 વાગ્યે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ગઈકાલે ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
- Advertisement -
અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગમાં સવારે 10.31 વાગ્યે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમી નીચે નોંધાયુ છે. જોકે હજી સુધી કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી.
An earthquake of magnitude 5.7 occurred in West Siang, Arunachal Pradesh, at around 10.31 am, today. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology pic.twitter.com/pHqUfdwLOL
— ANI (@ANI) November 10, 2022
- Advertisement -
ગઈકાલે પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા
ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે ગઈકાલે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી.
Another earthquake of magnitude 3.5 occurred in West Siang, Arunachal Pradesh, at around 10:59am, today. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology https://t.co/jWvjmuAwQL pic.twitter.com/mYArXWOh2f
— ANI (@ANI) November 10, 2022
ભારતમાં નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢ પાસે સૌથી તેજ 6.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતું.