By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    10 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    11 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    11 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    11 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    10 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડાપ્રધાન મોદીએ G-20ની અધ્યક્ષતાનો લોગો અને થીમનું અનાવરણ કર્યું: લોગોમાં કમળને આશાનું અને વૈશ્વિક ભાઈચારાનું પ્રતિક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > વડાપ્રધાન મોદીએ G-20ની અધ્યક્ષતાનો લોગો અને થીમનું અનાવરણ કર્યું: લોગોમાં કમળને આશાનું અને વૈશ્વિક ભાઈચારાનું પ્રતિક
ખાસ-ખબરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ G-20ની અધ્યક્ષતાનો લોગો અને થીમનું અનાવરણ કર્યું: લોગોમાં કમળને આશાનું અને વૈશ્વિક ભાઈચારાનું પ્રતિક

Khaskhabar Editor
Last updated: 2022/11/09 at 10:26 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

G-20 ની અધ્યક્ષતા એ માત્ર રાજદ્વારી બેઠક નથી પરંતુ ભારત માટે એક નવી જવાબદારી છે, અમારો છે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20ની અધ્યક્ષતાનો લોગો અને થીમનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે 8 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના જી-20 સમૂહની અધ્યક્ષતાના નવા લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન લોગો અને થીમ સાથે સંબંધિત એક નાનો વીડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતની શક્તિ દર્શાવવામાં આવી હતી. જી-20 સમૂહનો નવો લોગો, થીમ અને વેબસાઈટનો ધ્યેય વિશ્વ પ્રત્યે ભારતના સંદેશ અને પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે. તેમના સંબોધન દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1 ડિસેમ્બર ભારત જી-20 સમિટની અધ્યક્ષતા કરશે અને કહ્યું કે તે દેશ માટે એક ઐતિહાસિક અવસર છે.

- Advertisement -

વડાપ્રધાને કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન જી-20ની અધ્યક્ષતા કરવી એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. જી-20નો લોગો માત્ર એક પ્રતીક નથી. આ એક સંદેશ છે. તે એક લાગણી છે જે આપણી નસોમાં છે. આ એક સંકલ્પ છે, જે આપણા વિચારમાં સમાવિષ્ટ છે. વડાપ્રધાને જી-20 લોગોમાં દર્શાવવામાં આવેલા કમળના ફૂલ અને થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ વિશે કહ્યું કે, આ લોગોમાં કમળનું ફૂલ ભારતની શ્રદ્ધા, પૌરાણિક વારસો અને બૌદ્ધિકતાને દર્શાવે છે. કમળ પરની સાત પાંખડીઓ વિશ્વના સાત ખંડો અને સંગીતના સાત સુરોનું પ્રતિનિધિત્વ કરે છે. ‘વસુધૈવ કુટુંબકમ’ના મંત્ર દ્વારા આપણે જે વિશ્વ ભાઈચારાનો વિચાર મુકી રહ્યા છીએ તે આ લોગો અને થીમમાં પ્રતિબિંબિત થાય છે, ધ્રુવીકૃત વિશ્વને એકસાથે લાવવાની આ અનોખી થીમ સાથે ભારત જી-20નું પ્રમુખપદ સંભાળશે. ભારતનું જી-20 પ્રમુખપદ સંકટ અને અરાજકતાના સમયમાં આવ્યું છે. વિશ્વ વૈશ્વિક રોગચાળા, સંઘર્ષો અને ઘણી આર્થિક અનિશ્ચિતતાની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું છે. ત્યારે જી-20 લોગોમાં કમળ આવા મુશ્કેલ સમયમાં આશાનું પ્રતીક છે.

● જ્ઞાન અને સમૃદ્ધિ બંનેની દેવી કમળ પર બિરાજમાન છે

વડાપ્રધાને ભારતની સંસ્કૃતિ વિશે વાત કરતા જણાવ્યું કે, જ્ઞાન અને સમૃદ્ધિ બંનેની દેવી કમળ પર બિરાજમાન છે. વડાપ્રધાને જી-20 લોગોમાં કમળની ટોચ પર બિરાજમાન પૃથ્વી તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે G20નો ઉદ્દેશ્ય વિવિધતાનો આદર કરીને વિશ્વને સાથે લાવવાનો છે. નાગરિકોની જવાબદારી છે કે, વિશ્વને ભારતની ક્ષમતાઓ અને બૌદ્ધિક શક્તિ બતાવે. આપણે બધાને એક કરવા પડશે અને વિશ્વ પ્રત્યેની તેમની જવાબદારી માટે તેમને ઉત્સાહિત કરવા પડશે.

- Advertisement -

"Under the inspiring leadership of PM Narendra Modi, Bharatvarsh is well on course to becoming Vishwaguru. Like other States, Assam too is gearing up to be a part of the country's biggest diplomatic engagement during its historic presidency of G20," tweets Assam CM HB Sarma pic.twitter.com/xzyIxZQ95s

— ANI (@ANI) November 8, 2022

● 2400થી વધુ ડિઝાઇનમાંથી આ લોગો ફાઈનલ થયો

ભારત પ્રથમ વખત જી-20 દેશોની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે, આપણી પાસે આ જવાબદારી 1 ડિસેમ્બરથી આવતા વર્ષના 30 નવેમ્બર સુધી રહેશે. વિદેશ મંત્રાલય (એમઇએ) એ અગાઉ જી-20 ના ભારતના પ્રમુખપદ માટે લોગો ડિઝાઇન માટે દરખાસ્તો આમંત્રિત કરી હતી. જે બાદ મંત્રાલયને 2400 થી વધુ ડિઝાઇન પ્રસ્તાવો મળ્યા હતા. આ પછી આ નવો લોગો ફાઈનલ કરવામાં આવ્યો. પ્રથમ વિજેતાને રૂ.1.50 લાખ અને પછીના પાંચ વિજેતાઓને 15-15 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. લોગોની ડિઝાઇનમાં અમૃતકાળ, ત્રિરંગાના રંગ સંયોજનનું કલાત્મક પ્રદર્શન છે. નવા G-20 લોગોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ કેસરી, સફેદ અને લીલો તેમજ વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે. G-20ના આ નવા લોગોમાં ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ પર પૃથ્વીનો આકાર બનાવવામાં આવ્યો છે, જેને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે. જ્યારે કમળના ફૂલની સાત પાંખડીઓમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જી-20 નો લોગો સ્પષ્ટ રીતે ભારતીય દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે, જે પૃથ્વી માતા માટે આદર દર્શાવે છે. બીજી તરફ, ભારતનું રાષ્ટ્રીય ફૂલ, કમળ એ શુભ, શુદ્ધ, શાશ્વત અને તટસ્થતાનું પ્રતીક છે. જી-20 લોગોની નીચે ‘ભારત’ શબ્દ લખાયેલો છે, જે દેવનાગરી લિપિમાં લખાયેલો છે.

PM Modi to visit Indonesia, G20 summit to see formal announcement India's presidency

Read @ANI Story | https://t.co/OzZ60XUist#PMModi #Indonesia #G20Summit pic.twitter.com/4NeqsUL1w5

— ANI Digital (@ani_digital) November 8, 2022

● ભારત પ્રથમ વખત G-20ની અધ્યક્ષતા કરશે

ભારત 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી પ્રથમ વખત જી20 ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન દેશભરમાં 200થી વધુ બેઠકો યોજાશે. આ દરમિયાન ભારત બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, નાઇજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઈને જી20 પ્રમુખ તરીકે અતિથિ દેશો તરીકે આમંત્રિત કરશે. હાલમાં જી-20 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. આ સાથે યુરોપિયન યુનિયન પણ તેનું સભ્ય છે.

 

 

You Might Also Like

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

TAGGED: G20summit, logo, narendramodi, theme
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી-NCRની હવામાં ઝેર! છેલ્લા 5 દિવસથી એર ક્વોલિટી ઈન્ડેક્સ ખતરનાક લેવલને પાર
Next Article 90 વર્ષ બાદ તિરૂપતિ બાલાજીના ‘ખજાનાનો ખુલાસો’: અખૂટ સંપત્તિનો આંકડો ચોંકાવનારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?