ગોંડલ ભુવનેશ્વરી રોડ પર સીટી પીએસઆઇ બીએલ ઝાલા એ.એસ.આઇ પ્રવીણભાઈ હેડ કોન્સ્ટેબલ જયદિપ ચૌહાણ, રામ વિજયસિંહ, પ્રહલાદસિંહ સહિતનાઓ પેટ્રોલિંગ પર નીકળ્યા ત્યારે ક્રિષ્ના દાબેલી ની બાજુમાં એકટીવા મોટરસાયકલ પર ઉભેલા શખ્સ રાજન કેટનભાઈ મોવલિયા રહે ભોજરાજપરા શેરી નં. 16 પર શંકા જતા અને તે ભાગવા જતાં તેને રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની imperial blue બ્રાન્ડની ચાર બોટલ કિંમત રૂપિયા 200 મળી આવતા એકટીવા મોટરસાયકલ GJ03CJ 3371 સહિતનો રૂપિયા 21200 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી અને શખ્સ છેલ્લા કેટલા સમયથી દારૂનો વેપલો કરી રહ્યો હતો અને કોની પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી
ગોંડલ ભુવનેશ્વરી રોડ પર વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias


