ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની અલગ અલગ ગ્રામ પંચાયતને આધુનિક અને સુવિધાસભર નવી ગ્રામ પંચાયત કચેરી આપવા રાજ્ય સરકાર દ્વારા કરાયેલ જાહેરાત બાદ અલગ અલગ જીલ્લામાં નવા પંચાયત ભવન બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબીમાં પણ અલગ અલગ સમયે તબક્કાવાર જૂની કચેરી પાડી નવી કચેરી બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ખાતે 17 લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહુર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 2600 થી વધુ ગ્રામ પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યા છે તેમ શ્રમ,રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે,લક્ષ્મીનગર ખાતે જર્જેરિત થયેલા પંચાયત ભવનના સ્થાને અદ્યતન ટકાઉ મજબૂત અને સુવિધાસભર ગ્રામ પંચાયત ઘર નિર્માણ પામશે. સરકાર દ્વારા તમામ ક્ષેત્રે નિષ્ઠા,પારદર્શિતા અને પ્રામાણિકતાથી તમામ વિકાસ કાર્યો કારવામાં આવી રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ જીવાણી,વહીવટદાર ઈશ્વરભાઈ કાસુન્દ્રા,પૂર્વ સરપંચ બાલકૃષ્ણભાઈ,પૂર્વ ઉપસરપંચ પ્રવિણભાઈ,ગામના અગ્રણી હંસરાજભાઈ પાંચોટીયા,હર્ષદભાઈ પાંચોટીયા,રવજીભાઈ ભાંખોડીયા સહિતના હાજર રહ્યા હતા.
મોરબીના લક્ષ્મીનગરમાં 17 લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત ભવનનું ખાતમૂહુર્ત કરાયું
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/10/7-27.jpg)