By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 hours ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 hours ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 hour ago
    ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
    2 hours ago
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    2 hours ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 day ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    40 minutes ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    57 minutes ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 hour ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 day ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવાળી, આઈસ્ક્રીમ અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > દિવાળી, આઈસ્ક્રીમ અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!
Tushar Dave

દિવાળી, આઈસ્ક્રીમ અને મફતિયા ડબલાં-ડૂબલી : યે બંધન તો…!

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 5:43 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

દિવાળીના દિવસોમાં અખબારોમાં આઇસ્ક્રીમની એટલી બધી અને એવી એવી જાહેરાતો આવે કે આપણને ડાઉટ જાય કે ધનતેરસે આઇસ્ક્રીમ મંગાવવાની પરંપરા ક્યાંક પૌરાણિક સમયથી તો નથી ચાલી આવતી ને? ક્યાંક એવું તો નથી ને કે રામ આવતા હોવાનું સાંભળીને અયોધ્યાવાસીઓએ આઇસ્ક્રીમ પાર્ટી કરી હોય?

જોકે, પછી થાય કે, ‘ના…ના… જો એવું હોય તો ન્યૂઝ ચેનલ્સવાળા દર વર્ષે આપણને ચોક્કસ બતાવે જ કે એ સમયે અયોધ્યામાં કેટલા ટન આઇસ્ક્રીમ ખવાઈ ગયેલો અને લોકોએ આઇસ્ક્રીમના કેટલા પીપ ખાલી કરી નાંખેલા! પછી એક વિચાર એવો પણ આવી જાય કે યે વો બાત તો નહીં જો વોટ્સએપ મેં કહેતે હૈ કી યે દોગલા મીડિયા હમે કભી નહીં બતાયેગા? એટલે પછી આપણે વોટ્સએપ યુનિવર્સિટી પણ ફંફોળી મારીએ પછી નિરાંત થાય!

- Advertisement -

ધનતેરસે અખબારોમાં આઇસ્ક્રીમની જાહેરાતો જોઈને આપણને બીજો પણ એક ડાઉટ જાય કે આ વાડીલાલ, અમૂલ, હેવમોર એ બધી કંપનીઓ આઇસ્ક્રીમ બનાવે છે કે પ્લાસ્ટિકના ડબલાં-ડૂબલી? એમની જાહેરાતોમાં એમનો આઇસ્ક્રીમ કેટલો સારો છે એના બદલે – એમના આઇસ્ક્રીમની સાથે કેટલા ડબલાં-ડૂબલી મફત આવે છે! – એનો પ્રચાર વધુ જોવા મળે. એમની અમુક જાહેરખબરો તો એટલી ક્રિએટિવ હોય કે જોઈને એવું લાગે કે ધનતેરસે લક્ષ્મી માતા સોના ભરેલો કળશ નહીં, પણ આમનો આઇસ્ક્રીમ ભરેલી મટકી લઈને જ પધારતા હશે. એ જ રીતે જન્માષ્ટમીની જાહેરાતો જોઈને થાય કે નક્કી ગોકુલવાસીઓ જથ્થાબંધ આઇસ્ક્રીમ બનાવતા હશે અને કાનૂડો ગોપીઓની મટકી ફોડીને માખણ નહીં, પણ આઇસ્ક્રીમ જ ચોરીને ઝાપટી જતો હશે! હોવ…

આપણી પ્રજા અને ખાસ કરીને મહિલાઓને આ ડબલાં-ડૂબલીઓ પ્રત્યે કેમ આટલો પ્રેમ છે એ જ મને તો સમજાતું નથી. કહે છે કે મહિલાઓ જેના પર મોહી પડતી હોય એવી ચીજોમાં આ ડબલાં-ડૂબલીઓ ઘરેણાં પછી બીજા નંબરે આવે છે. જોકે, સમાજશાસ્ત્રીઓ અહીં મારી ભૂલ સુધારતા જણાવે છે કે એ મોહનું કારણ એ ડબલાં-ડૂબલીઓનો આકર્ષક દેખાવ નહીં, પણ તેનું મફતિયાપણું છે. જોકે, આવો મફતિયાપણું જેવો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં છે કે નહીં એ અંગે જોડણીખોરો હાલ ઘોદે ચડેલા છે, પણ એનાથી આ લખનારને કંઈ ટંકોરો ય ફર્ક નથી પડતો. યસ, કંઈ ટંકોરો ય ફર્ક નથી પડતો. હોવ…હમ્બો…હમ્બો!

અસ્સલ ગુજરાતી ગૃહિણી બહારથી શાક મંગાવવાનું હોય તો પણ એ જ હોટલને પ્રાધાન્ય આપશે, જે શાક કોથળીમાં નહીં પણ પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને આપતી હોય. જે દિવસે આ અમૂલ-વાડીલાલ-હેવમોરવાળાઓની જાહેરાતો જોઈ જોઈને કોઈ હોટેલવાળાઓનું ધ્યાન આપણી ગૃહિણીઓના, ઉપ્સ ગુજરાતી ગૃહિણીઓના ડબ્બાપ્રેમ પર પડશે ત્યારથી હોમ ડિલેવરી આપતી હોટલોની જાહેરાતોમાં પણ અમૂલ, સોરી આમૂલ ક્રાંતિ આવી જવાની. એ લોકોની અખબારી જાહેરાતોમાં પણ આકર્ષક ડબ્બામાં પેક થયેલું શાક જોવા મળશે. એટલું જ નહીં, પણ ડબ્બામાં પેક એ શાકનું પાર્સલ મંગાવવાથી સાથે કયા બે પ્લાસ્ટિકના ડબ્બા મફત આવશે એની પણ આકર્ષક તસવીરો જોવા મળશે. શું ખબર કે પછીથી લક્ષ્મી માતા પણ સોના ભરેલો કળશ નહીં, પણ ઉંધા માટલામાં પકાવેલુ ઉંધિયુ લઈને પધારતા થઈ જાય અને કાનૂડો ગોપીઓએ બનાવેલી ટામેટા-ડુંગળીની ગ્રેવી ચોરતો થઈ જાય! (આ આખો પેરેગ્રાફ લખ્યા બાદ અમને એવું લાગે છે કે અહીં જ્યાં જ્યાં અમે શાક શબ્દનો ઉપયોગ કર્યો છે ત્યાં ત્યાં ‘સબ્જી’ લખવાની જરૂર હતી. આજે પણ ગુજરાતમાં અનેક મધ્યમવર્ગીય પરિવારો એવા છે જ્યાં ઘરમાં બને તો શાક અને બહારથી આવે ‘સબ્જી’ કહેવાય છે. હોવ…)

- Advertisement -

એની વે, એવી કોઈપણ ચીજ-વસ્તુ કે જે પ્લાસ્ટિકના ડબ્બામાં પેક આવતી હોય એ ખરીદતી વેળા જ મહિલા મનોમન નક્કી કરી લે છે કે આ શ્રીખંડનો ડબ્બો ખાલી થશે તો શું ભરવામાં કામ આવશે? દર ઉનાળે શ્રીખંડના ડબ્બેડબ્બા ખાલી થતા રહે છે, પણ એ ખાલી થયેલા ડબ્બા જે ભરવામાં કામ આવે છે એ ચીજોની યાદી કદી પૂરી થતી નથી. ભલે અંગ્રેજીમાં બુકને તેના કવર પરથી જજ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય, પણ મેં એવી અનેક મહિલાઓ જોઈ છે જે આઇસ્ક્રીમની પસંદગી તેના સ્વાદ કરતાં વધુ તેના ડબલાં અથવા તો તેની સાથે મફત આવતા ડબલાં પરથી કરે છે. એ કારણોસર જ કેટલીક મહિલાઓની પસંદ સાવ ‘ડબ્બા જેવી’ જ રહી જાય છે અને પતિ પણ લગભગ એવો જ બટકાઈ જાય છે. હોવ…

બાય ધ વે, જે પ્રજા આઇસ્ક્રીમની ખરીદી તેની ક્વોલિટી નહીં, પણ તેની સાથે ફ્રીમાં મળતા પ્લાસ્ટિકના ડબલા-ડૂબલી પરથી ખરીદતી હોય અને અખબાર પણ મફતિયા કૂપન અને ડબલાં-ડૂબલી જેવી ગિફ્ટ્સના આધારે બંધાવતી હોય એને આઇસ્ક્રીમ કે સરકારની ક્વોલિટી વિશે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. જે પ્રજા મરચાં-હળદરના પડીકા કે પ્લાસ્ટિકના ડબલાં સહેજ સારા મળવાની લાલચે અખબાર બદલતી હોય અથવા મફતિયા ગિફ્ટ્સની કૂપનની લાલચે જ અખબાર મંગાવતી હોય, એ એવી જ કોઈ કૂપનિયા લાલચે મતદાન નહીં કરે એની શું ખાતરી? જે અખબારો કોઈ ઘરમાં સમગ્ર પરિવારની વિચારધારાનું ઘડતર કરીને દેશનું ભવિષ્ય નક્કી કરવાના હોય એનું એ ઘરમાં ભવિષ્ય પેલી પાવલીની કૂપન નક્કી કરતી હોય એનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે ભલા?! એલઓએલ!

જોકે, આ વિચારધારાવાળી વાત ટિપિકલ બિઝનેસ માઈન્ડસેટવાળા ગુજરાતી પરિવારમાં કોઈને કહેવા જઈએ તો એ સામે સંભળાવી પણ દઈ શકે કે, ‘આ વિચારધારાનું ઘડતર-ફડતર તમારી પાસે રાખો અને મને તો પેલી કૂપન આપો!’ જોકે, આમ પણ હવે અખબારો વિચારધારાનું ઘડતર-ફડતર કરતા હોવાનો વહેમ લોકોમાંથી ઓછો થતો જાય છે. કેટલાક કલમનવિશોને બાદ કરતા હવે એ ફાંકો ખાસ કોઈને રહ્યો પણ નથી.

કલમવાલી બાઈ, વો જમાના ગયા જબ અખબાર કો લોગ તોપ સમજતે થે…! આમ પણ હવે પહેલા જેવી ‘કલમવાલી બાઈઓ’ પણ ક્યાં રહી છે? અને કેટલાક કલમવાલા ભાઈઓ એવા છે કે જેમને જોઈને, આઈ મિન કે વાંચીને થાય કે આના કરતા તો કોઈ બાઈ સારી! હોવ…હમ્બો…હમ્બો!

ફ્રી હિટ :
She : દશેરાએ જ ન દોડી શકતા ઘોડાંનું શ્રેષ્ઠ ઉદાહરણ શું?
He : સરકારી સાઇટ્સના સર્વર્સ.

You Might Also Like

એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે..!

જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!

પ્રકાશ ઝાના સર્જનોમાં સામાજિક નિસબત: જાતિવાદ, ‘આશ્રમ’ અને (હાથરસની) ‘આ શરમ’!

કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!

Leadership Crisis In Congress ‘હાથ’ના (અને મોદી-શાહના) કર્યા હૈયે વાગ્યાં!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડેટીંગ એપ્સને ખૂબ એન્જોય કરું છું
Next Article હર દર્દ કી એક દવા સમા કિરીટભાઇ ગણાત્રા હવે ‘બા-કાયદા’ ડૉક્ટર!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Tushar Dave

એક હોરર હાસ્યલેખ : ભૂત પ્રેમ જેવું અને પ્રેમ ભૂત જેવો હોય છે..!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
Tushar Dave

જો ગરોળી દસ્તા જેવડી હોત તો શું થાત?: ભય બિન પ્રીત નાહી…!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorTushar Dave

પ્રકાશ ઝાના સર્જનોમાં સામાજિક નિસબત: જાતિવાદ, ‘આશ્રમ’ અને (હાથરસની) ‘આ શરમ’!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?