ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વના ટોચના ધનવાનોમાં જેમનો સમાવેશ થાય છે તેવા એલન મસ્કના માતા માયે મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમણે ટેક્સાસ ખાતે તેમના અબજોપતિ પુત્રની જ્યારે મુલાકાત લીધી ત્યારે તેમને ગેરેજમાં સૂવું પડયું હતું. બ્રિટનમાં સનડે સાથે વાતચીત કરતાં 74 વર્ષના આ સામાજિક કાર્યકર અને મોડેલે અનેક પ્રશ્નો પર જવાબ આપ્યા હતા. તેમણે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એવા પોતાના પુત્ર એલન મસ્ક સાથેના પોતાના સંબંધોની વાત પણ ખુલ્લામને કરી હતી. માતાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર વિશ્વનો ધનવાન વ્યક્તિ હોવા છતાં કોઇ વસ્તુની પોતાની માલિકીમાં રસ નથી ધરાવતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે સ્પેસ એક્સનું મુખ્યાલય આવેલું છે ત્યાં તેમણે પુત્રની મુલાકાત લીધી ત્યારે તેમને ગેરેજમાં સૂવું પડયું હતું. માયેએ પત્રકારોને એમ પણ જણાવ્યું હતું કે રોકેટ સ્થાન નજીક સોહામણું ઘર ના બનાવી શકાય. આ જ વર્ષે એલન મસ્કે પણ જણાવ્યું હતું કે તે પોતાનું ઘર નથી ધરાવતા. મિત્રોના ઘરમાં રોકાણ કરે છે. વર્ષ 2020માં મસ્કે તેમની તમામ મિલકતો વેચી દેવાની ઇચ્છા વ્યક્તિ કર્યા પછીની આ ઘટનાઓ છે.
અબજોપતિ પુત્રની મુલાકાત વખતે ગેરેજમાં સૂવું પડ્યું: મસ્કની માતા
