સિન્ડીકેટમાં ભરતી કૌભાંડ છૂપાવવા શિક્ષણ વિભાગે જાહેર કરેલાં પત્રને હાથો બનાવાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આચરાયેલા કૌભાંડ અને ગેરરીતિની તપાસ શિક્ષણ વિભાગ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તત્કાલિન કુલપતિ ડો. નીતિન પેથાણી અને ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીના સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આચરાયેલા કૌભાંડ અને ગેરરીતિની તપાસ શિક્ષણ વિભાગ કરશે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા યુનિવર્સિટીના કુલસચિવને એક પત્ર પાઠવ્યો છે જેમાં તપાસ સમિતિ આચરાયેલા કૌભાંડોની તપાસ કરશે તેવું જણાવાયું છે. જો કે, વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54 નોન ટીચિંગની ભરતી થવાની હતી. જે હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ નોન ટીચિંગ સ્ટાફ જેવા કે, ક્લાર્ક કે ડેટા ઓપરેટર જેની ભરતી થવાની હતી. તેની લાયકાત ગ્રેજ્યુએશનની જગ્યાએ 12 પાસ રાખવામાં આવી હતી.
જે મુદ્દે પણ વિવાદ સર્જાયો છે આ ભરતીમાં પણ કેટલાક લાગતા વળગતાનું સેટીંગ થયાનું સામે આવ્યું હતું. ગઈકાલે મળેવી સિન્ડીકેટની બેઠકમાં પણ આ મુદ્દો ચગ્યો હતો જે બહાર ન આવે તે માટે શિક્ષણ વિભાગનો પરીપત્ર સિન્ડીકેટ વિભાગે જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે મળેવી સિન્ડીકેટની બેઠકમાં યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં પણ કૌભાંડ થયાનો મુદ્દો ચગ્યો હતો. અગાઉ યુનિવર્સિટીએ નોન ટીચિંગની જુદી જુદી 54 જગ્યા માટેની લેખિત પરીક્ષા 27 ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન લેવાનું આયોજન કર્યું હતું જેમાં 54 જગ્યા માટે કુલ 4225 ઉમેદવાર પરીક્ષા આપવાના છે, પરંતુ યુનિવર્સિટીએ પરીક્ષાના પાંચ દિવસ પહેલા જ આયોજન મોકૂફ રાખ્યું છે જે ભરતીમાં પણ લાગતા વળગતાને યુનિવર્સિટીમાં ગોઠવી દેવાની વાતો સામે આવતા મોકૂફ રખાઈ હતી. જે મુદ્દો બહાર ન આવે અને દબાય જાય તે માટે આ પત્ર અચાનક જ સિન્ડીકેટ વિભાગે જાહેર કર્યો છે.
- Advertisement -
યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નિમવા માંગ
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ કુલપતિના ભરોસે ચાલી રહી છે. ત્યાં કાયમી કુલપતિની નિમણૂંક કરવા માંગ ઉઠી રહી છે. તત્કાલિન કુલપતિના સમયમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ વર્તમાન કુલપતિ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં કે તપાસ નહીં કરતા આખરે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલાં વિવિધ કૌભાંડોની તપાસ હવે એક તપાસ સમિતિના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
ક્યા કૌભાંડોની તપાસ શિક્ષણ વિભાગ કરશે?
માટી કૌભાંડ
ભરતી કૌભાંડ
સિન્ડિકેટ સભ્યોના ભલામણકાંડ
નેક ઇન્સ્પેક્શનમાં ખર્ચમાં કૌભાંડ
એલઆઈસીમાં ભ્રષ્ટાચાર