પાત્રા ચૉલ ભૂમિ કૌભાંડમાં શિવેસેના સાંસદ સંજય રાઉતને એક વાર ફરી ઝટકો લાગ્યો છે. હકીકતમાં વિશેષ પીએમએલએ અદાલતે શિવસેના નેતાની ન્યાયિક કસ્ટડી પાંચ સપ્ટેમ્બર સુધી લંબાવી છે. નોંધનીય છે કે 60 વર્ષીય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ વહેલી સવારે રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યારબાદ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારબાદ 8 ઓગસ્ટ સુધી અને ફરીથી 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. હવે કોર્ટે 5 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ લંબાવ્યા છે.
1039.79 કરોડનું પાત્રા ચાલ કૌભાંડ
2007માં, સોસાયટી દ્વારા મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) અને ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વચ્ચે મુંબઈ પશ્ચિમી ઉપનગર, ગોરેગાંવ, સિદ્ધાર્થ નગરમાં 47 એકર જમીન પર 672 પરિવારોના મકાનોના પુનર્વિકાસ માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ કંપનીએ સાડા ત્રણ હજારથી વધુ ફ્લેટ બનાવીને મ્હાડાને આપવાના હતા. ત્યાર બાદ બાકીની જમીન ખાનગી ડેવલપર્સને વેચવાની હતી. રાકેશ વાધવાન, સારંગ વાધવાન, પ્રવીણ રાઉત અને DHILના ગુરુ આશિષ આ કંપનીના ડિરેક્ટર હતા.
- Advertisement -
આરોપ છે કે કંપનીએ મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને 9 અલગ-અલગ બિલ્ડરોને પત્ર ચાલની FSI વેચીને 901 કરોડ રૂપિયા જમા કરાવ્યા. જે બાદ મીડોઝ નામનો નવો પ્રોજેક્ટ શરૂ કરીને ફ્લેટ બુકિંગના નામે 138 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. પરંતુ 672 લોકોને તેમના ઘર આપવામાં આવ્યા નથી. આ રીતે પાત્રાચાલ કૌભાંડમાં રૂ.1039.79 કરોડનું કૌભાંડ થયું હતું. જે બાદ 2018માં મ્હાડાએ ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ FIR દાખલ કરી હતી.
Mumbai | Special PMLA court extends Shiv Sena MP Sanjay Raut's judicial custody till 5th September, in the Patra Chawl land scam case. pic.twitter.com/VpraSwS97H
— ANI (@ANI) August 22, 2022
- Advertisement -
પાત્રા ચાલનું સંજય રાઉત કનેક્શન
ગુરુ કન્સ્ટ્રક્શન કંપનીના ડાયરેક્ટર પ્રવીણ રાઉત સંજય રાઉતના નજીકના છે. ફેબ્રુઆરી 2022માં ED દ્વારા પ્રવીણની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે પ્રવીણે પાત્રાચાલ કૌભાંડમાંથી 95 કરોડ રૂપિયાની કમાણી કરી અને તે પૈસા તેના સંબંધીઓ અને મિત્રોને વહેંચી દીધા. તેમાંથી 55 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં આવ્યા હતા. આ રકમથી રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. વર્ષા રાઉતની ED પહેલા પણ પૂછપરછ કરી ચૂકી છે. વર્ષાએ જણાવ્યું હતું કે તેણે આ પૈસા પ્રવીણ રાઉતની પત્ની માધુરી પાસેથી ફ્લેટ ખરીદવા માટે લીધા હતા.