– દેશના 27 લાખ સરકારી વિજબોર્ડ અધિકારીઓના સંગઠનનો વિરોધ: વિપક્ષો પણ ખરડા સામે બાયો ચડાવવાની તૈયારીમાં
દેશમાં વિજક્ષેત્રમાં એક મોટા સુધારાના માર્ગ ખોલતા વિજળી સંશોધન એકટ 2022 લોકસભામાં દાખલ કરવામાં આવશે. જેના કારણે દેશમાં વિજવિતરણની સમગ્ર વ્યવસ્થા જ બદલાઈ જશે તથા મોટાભાગે વિજ વિતરણ ખાનગી ક્ષેત્રને સુપ્રત કરી દેવાશે. દેશમાં પ્રથમ વખત વિજ ગ્રાહકોને મોબાઈલ સેવાની માફક એકથી વધુ વિજ કંપનીઓની સેવામાંથી પસંદગીનો વિકલ્પ મળી શકશે.
- Advertisement -
ખાસ કરીને હવે તબકકાવાર પ્રી-પેઈડ વિજ વિતરણ વ્યવસ્થા અમલમાં આવશે. સરકારી વિજ કંપનીઓના આ વ્યવસ્થા હેઠળ દેશમાં વિજ ઉત્પાદન વિતરણ વ્યવસ્થા લાંબાગાળે પુરી રીતે ખાનગી કંપનીઓના હાથ જશે અને ખાસ કરીને વિજક્ષેત્રને સ્પર્ધાત્મક બનાવવા ગ્રાહકોને સતત અને પુરી ક્ષમતા સાથે વિજળી મળે તે જોવા અને દેશની સરકારો મફત વિજળીના નામે જે રાજકીય દાવ ખેલે છે તે પણ બંધ કરવા કેન્દ્ર સરકારની તૈયારી છે.
હાલ વિજ ઉત્પાદનના સરકારી એકમોના જંગી નાણા રાજયોના વિજ નિગમો પાસે ફસાયા છે અને રાજય સરકારોની મફત- સબ્સીડાઈઝ વિજળી ઉપરાંત વિજ ચોરીના કારણે વિજ વિતરણ કંપનીઓ પણ જંગી નુકશાની કરી રહી છે. તે તમામ દ્વાર બંધ કરીને વિજક્ષેત્ર પુરી રીતે ખાનગી ક્ષેત્રને હવાલે થઈ જશે. જેનાથી સ્પર્ધાત્મકતા વધતા દેશના લોકોને સસ્તી વિજળી મળશે.
હાલ જે સરકારી વિજ વિતરણ વ્યવસ્થા છે તે પુરી રીતે ખાનગી ક્ષેત્રને સુપ્રત કરી દેવામાં આવશે. ઉપરાંત સરકાર એક વિજ નિયમન તંત્ર રચશે. ખાસ કરીને હાલના રાજકીય વાતાવરણમાં મફત વિજળીના જે વચનોની હારમાળા થઈ છે. તેના પર અંકુશ આવશે.
- Advertisement -