ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરીજનોને 46 રૂટ પર 91 સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે સિટી બસ સેવાનો કુલ 2,02,473 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો છે તથા કામમાં ગેરરીતિ દાખવવા બદલ દસ કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 10,456 કિ.મી.ની પેનલ્ટી મુજબ કુલ અંદાજિત રૂા. 3,65,960/-ની પેનલ્ટી કરવામાં આવી છે તથા ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોર્ડન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. 19,000/-ની પેનલ્ટી આપવામાં આવી છે. સિટી બસ સેવાની કામગીરીમા ગેરરીતિ, અનિયમિતતા સબબ કુલ 10 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ચેકીંગ દરમિયાન કુલ 7 મુસાફરો ટિકિટ વગર જણાયેલા જેમાં તેમની પાસેથી કુલ અંદાજિત રકમ રૂા. 770/-નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. 3,016/-ની પેનલ્ટી વસુલવામાં આવી છે.