ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઝૂમાં સિંહ અને 3 દીપડાને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જોકે 28 દિવસ પહેલા પ્રાણીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાએ હાહકાર મચાવ્યો હતો. અન્ય ઝુમાં પ્રાણીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. પ્રાણીઓમાં આ ચેપ ન લાગે તે માટે સાવચેતીના ભાગરૂપે ઝુમાં રહેતા પ્રાણીઓને આ રસી આપવા નિર્ણય કરાયો હતો. તેમાં દેશના છ પ્રાણી સંગ્રહાલય પૈકી જૂનાગઢના સક્કરબાગ ઝુની પણ પસંદગી થઇ હતી.
જેના પગલે જૂનાગઢ સક્કરબાગ ઝુમાં પ્રથમ તબકકામાં બે સિંહ અને ત્રણ દીપડાને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તેના 28 દિવસ બાદ હાલ આ પાંચેય પ્રાણીઓને રસીનો બીજોે ડોઝ આપવામાં આવ્યો છે. હવે આગમી બે માસ સુધી આ પ્રાણીઓનું એન્ટીબોડીઝનું અવલોકન કરવામાં આવશે.
- Advertisement -
પ્રથમ ડોઝ બાદ પ્રાણીઓમાં કોઇ આડ અસર જોવા મળી નથી. હાલ પાંચેય પ્રાણીઓ વેટરનરી તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.