ખાસ-ખબર સંવાદદાતા
શેરબજારમાં કેટલાક વખતથી અફડાતફડી વચ્ચે અનિશ્ચીતતાનો માહોલ રહ્યો જ છે ત્યારે આજે બ્લેક ફ્રાઇડે સર્જાયો હોય તેમ પ્રારંભિક કામકાજમાં જ સેન્સેક્સમાં 1000 પોઇન્ટથી અધિકનો કડાકો સર્જાયો હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો પણ દબાયો હતો.
અમેરિકી વોલસ્ટ્રીટ સહિત વિશ્વભરના શેરબજારોમાં ગાબડા પડ્યા હોવાના કારણે ભારતીય માર્કેટમાં શરુઆત ગેપડાઉન રહી હતી. વિદેશી સંસ્થાઓની વેચવાલી કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયાની નબળાઈ, મોંઘવારી વધવાના એંધાણ, વિશ્વસ્તરે આર્થિક મંદીના ભણકારા જેવા કારણોથી માનસ નબળુ જ બની રહ્યું હતું. જેને પરિણામે મોટાભાગના શેરો નીચે સરકવા રહ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્સ 1000 પોઇન્ટના કડાકાથી 54292 સાંપડ્યો હતો જે ઉંચામાં 54391 તથા નીચામાં 54212 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 205 પોઇન્ટ ગબડીને 16276 હતો