ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ ટ્રેન્ટબ્રિજ-નોટિંઘમાં રમાય તે પહેલાં જ ન્યુઝીલેન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમસન કોરોના પોઝિટીવ થયા બાદ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડે આ અંગેની સ્પષ્ટતા કરી છે. કેન વિલિયમસનના રિપ્લેસમેન્ટ તરીકે હામિશ રધરફોર્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ વિલિયમસનની ગેરહાજરીમાં ટોમ લેથમ ટીમની કમાન સંભાળશે. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીના પહેલાં ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.