સુપ્રિમ કોર્ટનો ચુકાદો : કબ્જો લેવાયો કે સોંપાયો હોય અથવા નાણાંકીય વ્યવહાર થઈ ગયા હોય તો માલિકી ટ્રાન્સફર માટે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવો પડે
સ્થાવર મિલકતનાં રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ન થાય ત્યાં સુધી તેના માલિકી અધિકાર ટ્રાન્સફર થતા ન હોવાનો અત્યંત મહત્વનો ચુકાદો સુપ્રિમ કોર્ટે આપ્યો છે. સંપતિનો સાથ લઈ લેવા કે સોંપી દેવા અથવા તે પેટેના નાણાંકીય વ્યવહારો કરી લેવાથી જ માલિકી હકક ટ્રાન્સફર થઈ જતો નથી. સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ વી.વી.નાગરત્નાના નેતૃત્વ હેઠળની બેંચે આપેલા ચુકાદામાં સ્પષ્ટ કર્યુ હતું કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટ 188 2ની કલમ 54ની જોગવાઈ અનુસાર રર્જીસ્ટડ વેચાણ દસ્તાવેજનાં આધારે જ સ્થાવર મિલકતનો માલિકી હકક ટ્રાન્સફર થઈ શકે છે.
આ જોગવાઈમાં સ્પષ્ટ છે કે 100 રૂપિયા અથવા તેથી વધુની કિંમતની સ્થાવર સંપતિનું વેચાણ ત્યારે જ માન્ય ગણવામાં આવશે જયારે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની તેની પ્રક્રિયા કરવામાં આવી હોય.
- Advertisement -
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જયાં વેચાણ દસ્તાવેજ રર્જીસ્ટડ કરાવવાની જરૂર હોય ત્યાં આ પ્રક્રિયાઓ અર્થાત રર્જીસ્ટડ વેંચાણ દસ્તાવેજ-પૂર્ણ ન થાય ત્યાં સુધી માલિકી હકક ટ્રાન્સફર થતો નથી ભલે સંબંધીત પાર્ટી દ્વારા મિલકતનો કબ્જો સોંપી દેવાયો હોય અથવા લઈ લેવાયો હોય કે પછી તે પેટે નાણાંકીય વ્યવહાર પણ કરી લેવામા આવ્યા હોય રજીસ્ટર્ડ દસ્તાવેજ થયા પછી જ માલિકી હકક ટ્રાન્સફર થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતમાં હરરાજીથી ખરીદાયેલી એક મિલકતનો કેસ આવ્યો હતો જેમાં મિલકત ખરીદનારની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. હરરાજીમાં વ્યકિતએ સંપતી ખરીદી હતી. પરંતુ અન્ય વ્યકિતએ તેના પર કબ્જો હોવાનો દાવો કર્યો હતો.
જોકે માત્ર પાવર ઓફ એટર્નીના આધારે જ કબ્જો હતો અને રજીસ્ટર્ડ દસ્તાવેજ ન હતો.અદાલતે કબ્જો હોવાના આધારે મીલકતની માલીકીનો દાવો ફગાવી દીધો હતો. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણીવાર પ્રોપર્ટી-ડીલર અથવા વચેટીયાઓ મારફત લોકો પાવર ઓફ એટર્ની અથવા વિલના આધારે સંપતિનાં વ્યવહાર કરી લેતા હોય છે. જયારે સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો દુરગામી અસરકર્તા સાબીત થઈ શકે છે.