ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ દ્વારા ટ્રસ્ટની કામગીરીને બિરદાવવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી જનસેવા ટ્રસ્ટનાં પ્રમુખ અજયભાઈ વખારીયાની યાદી જણાવે છે કે શ્રી જનસેવા ટ્રસ્ટ દવારા વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. જેમાં બહોળી સંખ્યામાં દાતાઓ, મહેમાનો તથા આમંત્રિતો હાજર રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.શ્રી જનસેવા ટ્રસ્ટ કે જે “જનસેવા એ જ સાચી પ્રભુ સેવા” સૂત્રને વરેલી છે. સંસ્થાની વિશેષતા એ છે કે કોઈપણ જાતના નાત-જાતનાં ભેદભાવ વગર મોટી બિમારીમાં જરૂરિયાતમંદ હોય તેવા હાર્ટ, કેન્સર, કીડની ફેઇલ્યોર, થેલેસેમિયા, પેરાલીસીસ વગેરે દર્દીઓને દવા, તબીબી તથા અન્ય મેડીકલ સહાય આપવામાં આવે છે.
સૌ પ્રથમ સંસ્થાનાં કાર્યોની આછેરી ઝલક શ્રી જનસેવા ટ્રસ્ટના અજુયભાઈ વખારીયા દવારા આપવામાં આવેલી હતી. ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ દ્વારા ટ્રસ્ટની કામગીરીને બિરદાવવામાં આવેલી હતી. ત્યારબાદ રાજકોટનાં મેડિકલ ઓફિસર આવેલી વૈદ ભાનુભાઈ મહેતા દ્વારા આયુર્વેદથી થતા ફાયદા ઉપર તેમજ શ્વેતાબેન દવે દ્વારા હોમીયોપેથીની મહત્વતા ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયર ઓફિસર શૈલેષ નડીયાપરા દ્વારા ફાયર સમયે સેફ્ટી તથા બચાવ અંગેનું વ્યાખ્યાન આપવામાં આવેલ. સિનર્જી હોસ્પિટલની ડોક્ટર્સની ટીમ દ્વારા ઇમરજન્સી હાર્ટએટેક કીટ અંગેની રસપ્રદ માહિતી અપાઈ હતી.