ક્રિસમસના તહેવાર પર ક્રિસમસ-ટ્રી સજાવવાની પરંપરા છે. આ દિવસે ઘરને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ અને ફેમિલીને ગિફ્ટ્સ આપવામાં આવે છે અને ચર્ચ જઈને પ્રાર્થના પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ક્રિસમસ પર ક્રિસમસ-ટ્રી સજાવવાનું મહત્વ શું છે?
ઈસાઈ ધર્મમાં ક્રિસમસના તહેવારનું ખૂબ મહત્વ હોય છે. દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસ-ડે ઉજવવામાં આવે છે. ક્રિસમસ ઈસાઈઓને ખૂબ ખાસ પર્વ હોય છે. આ દિવસને તે મોટો દિવસ પણ કહે છે. માન્યતા અનુસાર, આ દિવસે ઈસા મસીહનો જન્મ થયો હતો. આ પર્વ પર અલગ-અલગ સ્થાનો પર વિભિન્ન પરંપરા અને રીતિ-રિવાજનું પાલન કરવામાં આવે છે. ક્રિસમસના મોકા પર ક્રિસમસ-ટ્રી સજાવવાની પરંપરા છે. આ દિવસે ઘરને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવે છે. ફ્રેન્ડ્સ અને ફેમિલીને ગિફ્ટ્સ આપવામાં આવે છે અને ચર્ચ જઈને પ્રાર્થના પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ક્રિસમસ પર ક્રિસમસ-ટ્રી સજાવવાનું મહત્વ શું છે?
- Advertisement -
ક્રિસમસ ટ્રી કેમ સજાવવામાં આવે છે?
ક્રિસમસના દિવસે ઘરમાં ક્રિસમસ-ટ્રી લગાવીને રંગબેરંગી, ઘંટળી, ચોકલેટ, રિબન અને લાઇટ્સથી સજાવવામાં આવે છે. માન્યતા અનુસાર, 16મી સદીના ઈસાઈ ધર્મના સુધારક માર્ટિન લુથરે ક્રિસમસ-ટ્રી સજાવવાની શરૂઆત કરી હતી. માર્ટિન લુથર 24 ડિસેમ્બરની સાંજે એક જંગલથી પસાર થઈ રહ્યા હતા. તે બરફનું જંગલ હતું. જંગલમાં માર્ટિન લુથરને એક સદાબહારનું વૃક્ષ જોવા મળ્યું. ઝાડની ડાળીઓ પર ચાંદાનો પ્રકાશ પડી રહ્યો હતો. તેમણે સદાબહારના ઝાડને પોતાના ઘરે લગાવ્યું અને ઝાડની સજાવટ કરી. આ બાદ જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસે તેમણે સદાબહારના ઝાડને સજાવ્યું અને ત્યારથી ક્રિસમસના મોકા પર ઘરમાં ક્રિસમસ ટ્રી લાવવા અને તેને સજાવવાની પરંપરા શરૂ થઈ.
ક્રિસમસ-ટ્રીને લઈને કહાની પણ પ્રચલિત છે કે 722 ઈસવીમાં જર્મનીથી ક્રિસમસ-ટ્રી સજાવવાનો રીતિ-રિવાજ શરૂ થયો. એક વાર જર્મનીના સેંટ બોનીફીસને જાણકારી મળી કે અમુક લોકો એક વિશાળ ઓક ટ્રી નિચચે બાળકોની કુરબાની આપશે. આ વાતથી ખબર પડે છે બાળકોને બચાવવા માટે સેંટ બોનીફેસે ઓક ટ્રી ને કાપી નાખ્યું. એવું કહેવામાં આવે છે કે સેંટ બોનીફેસે જે ઝાડને કાપ્યું, તે જગ્યાએ એક સદાબહારનું ઝાડ ઊગી ગયું. લોકો આ ઝાડને ચમત્કારી ઝાડ કહેવા લાગ્યા. સેંટ બોનીફેસે લોકોને કહ્યું કે તે દૈવિય ઝાડ છે અને એની ડાળીઓનો સ્વર્ગ તરફ સંકેત છે. માન્યતા અનુસાર, ત્યારે પ્રભુ ઈસા મસીહના જન્મ પર ક્રિસમસ-ટ્રીને સજાવવમાં આવે છે.
- Advertisement -
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.