રિપબ્લીકન સાંસદે અદાણી સામેના બાયડન વહીવટી નિર્ણયને પડકાર્યો: આવા ફેસલા અમેરિકા-ભારતના જોડાણને નબળા બનાવી શકે: લાન્સ ગુડન
અમેરિકામાં ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં બાયડેન વહીવટીતંત્ર દરમિયાન શરૂ થયેલી તપાસમાં ગૌતમ અદાણીને મોટી રાહત મળી છે. તેમને આ મામલે અમેરિકન કોંગ્રેસ સાંસદનું સમર્થન મળ્યું છે.
- Advertisement -
રિપબ્લિકન સાંસદ લાન્સ ગુડને ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની પ્રવૃત્તિઓની તપાસ કરવાના બાયડેન વહીવટીતંત્રના નિર્ણયને પડકાર્યો છે. તેમણે 7 જાન્યુઆરી, 2025 ના રોજ યુએસ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આવી પસંદગીયુક્ત ક્રિયાઓ ભારત જેવા મહત્ત્વના સહયોગીઓ સાથેના મહત્વપૂર્ણ જોડાણને નબળી બનાવી શકે છે.
વધુમાં, હાઉસ જ્યુડિશિયરી કમિટીના સભ્ય એમપી લાન્સ ગુડને યુએસ એટર્ની જનરલ મેરિક બી ગારલેન્ડને લખેલા સખત શબ્દોમાં પત્રમાં પૂછયું કે જો ભારત પ્રત્યાર્પણની વિનંતીનું પાલન કરવાનો ઇનકાર કરશે તો યુએસ શું કરશે.
ગુડને ન્યાય વિભાગની વિદેશી સંસ્થાઓની પસંદગીયુક્ત કાર્યવાહી વિશે પણ જવાબો માંગ્યા હતા. તેમણે આવી ક્રિયાઓથી અમેરિકાના વૈશ્વિક જોડાણો અને આર્થિક વૃદ્ધિને સંભવિત નુકસાન વિશે પણ પૂછયું હતું. તેણે પત્રમાં એ પણ પૂછયું કે શું તેનો જ્યોર્જ સોરોસ સાથે કોઈ સંબંધ છે. ગુડને 7 જાન્યુઆરીના રોજના તેમના પત્રમાં લખ્યું હતું કે, ન્યાય વિભાગની પસંદ કરેલી ક્રિયાઓ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના સૌથી મજબૂત સહયોગીઓમાંના એક, ભારત જેવા મુખ્ય ભાગીદારો સાથેના મહત્વપૂર્ણ જોડાણોને નુકસાન પહોંચાડવાની ધમકી આપે છે.
- Advertisement -
કોંગ્રેસમેન લાન્સ ગુડને એમ પણ કહ્યું હતું કે આવી વહીવટી કાર્યવાહી અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ કરતી સંસ્થાઓને લક્ષ્ય બનાવે છે અને હજારો નોકરીઓનું સર્જન કરે છે. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકા હિંસક અપરાધ, આર્થિક જાસૂસી અને ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) દ્વારા ઊભા થયેલા જોખમોને અવગણે છે, ત્યારે તે રોકાણકારોને અમેરિકામાં રોકાણ કરવાથી નિરાશ કરે છે.