મોટાગજાનાં લૉનધારકો સંપત્તિ વધારવા તો નાના લોકો રોજ-બરોજનાં ખર્ચા ચલાવવા લઇ રહયા છે લૉન : રિઝર્વ બેંકનો રિપોર્ટ : ત્રણ વર્ષમાં લૉન લેનારા વધ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
દેશમાં લૉન લેનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. RBIના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય પરિવારોના દેવામાં વધારો થયો છે. ભારતીય પરિવારો પાસે જૂન 2024 માં વર્તમાન બજાર કિંમતો પર જીડીપીના 42.9% દેવું હતું. અન્ય ઉભરતા દેશો કરતાં આ ઘણું ઓછું છે. આરબીઆઈએ કહયું કે, જ્યારે નાના ઋણધારકો રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે લૉન લઈ રહ્યા છે, ત્યારે મોટા ઋણધારકો લૉન લઈને સંપત્તિ બનાવી રહયા છે. મોટા શાહુકારો ખાસ કરીને મકાનો માટે લૉન લઈ રહયા છે.
રિપોર્ટ અનુસાર, ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લૉન લેનારા લગભગ અડધા લૉન લેનારાઓ પાસે પહેલેથી જ બીજી રિટેલ લૉન છે. આવી લૉન મોટાભાગે વધુ રકમની હોય છે, કયાં તો આવાસ અથવા વાહન અથવા બંને માટે. આ મોટી અને સુરક્ષિત લૉનની સરખામણીમાં નાની પર્સનલ લૉનમાં એનપીએનું જોખમ વધારે હોય છે. મોટાભાગની ડિફોલ્ટ મોટે ભાગે અસુરક્ષિત લૉનમાં થાય છે. રિપોર્ટ અનુસાર, પર્સનલ લૉન અથવા ક્રેડિટ કાર્ડના બાકી લેણાં સિવાય અન્ય કોઈ છૂટક લૉન લેનારા ઋણધારકોમાં ડિફોલ્ટનું જોખમ વધારે છે.
જો તમે પર્સનલ લૉન અથવા ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી નહીં કરો, તો તમારી હોમ લૉન અથવા કાર લૉન પર પણ મુશ્કેલી આવી શકે છે. RBIના રિપોર્ટ અનુસાર, જો તમે નાની લૉન પર ડિફોલ્ટ કરો છો, તો બેંકો તમારી તમામ લૉનને NPA ગણી શકે છે. પર્સનલ લૉન અને ક્રેડિટ કાર્ડ જેવી અસુરક્ષિત લૉનમાં મોટાભાગના ડિફોલ્ટ થાય છે.
- Advertisement -
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, બેંકોની એનપીએ 2.6%ના 12 વર્ષના નીચલા સ્તરે છે, પરંતુ ખેડૂતોની લૉન ડિફોલ્ટ વધી રહી છે. કળષિ લૉનની એનપીએ સૌથી વધુ 6.2% છે. બેન્કો અને NBFC ગોલ્ડ લૉનમાં વધતા ડિફોલ્ટથી ચિંતિત છે. ગોલ્ડ લૉન ડિફોલ્ટ વધીને 30% એટલે કે રૂ. 6696 કરોડ થઈ છે, જે ત્રણ મહિના પહેલા રૂ. 5149 કરોડ હતી. કોમર્શિયલ બેંકોની ગોલ્ડ લૉન એનપીએમાં 62%નો વધારો થયો છે, જ્યારે NBFCના કિસ્સામાં ડિફોલ્ટ્સમાં 24%નો વધારો થયો છે.અર્થવ્યવસ્થાની ધીમી ગતિએ લોકોની આવકને અસર કરી છે, જેના કારણે લૉન લેનારાઓ માટે તેને ચૂકવવાનું મુશ્કેલ બન્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં (એપ્રિલથી ઓક્ટોબર) બેક્રોની ગોલ્ડ લૉનમાં 56%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે સોનાના ભાવમાં વધારો થયો, ત્યારે લોકોએ ઘરનો ખર્ચ, શાળા ખર્ચ અને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે તેમનું સોનું ગીરો મૂકયું. લોકોએ લૉનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું કારણ કે તેમને લાગ્યું કે લૉનની રકમ ખરીદી કિંમત કરતાં વધુ છે. આના કારણે ઓક્ટોબર 2024 સુધીમાં બેંકોની ગોલ્ડ લૉન બાકી વધીને 1,54,282 કરોડ રૂપિયા થઈ ગઈ, જે માર્ચ 2024માં 1,02,562 કરોડ રૂપિયા હતી.