આર્થિક તંગીને કારણે એક વખત સંગીતના સાધનો પણ વેચ્યા હતાં.
જાન્યુઆરી 1967ના રોજ મદ્રાસમાં , અરુણાલચમ શેખર દિલીપ કુમારનો જન્મ થયો હતો. જેમને આજે આખી દુનિયા એઆર રહેમાન તરીકે ઓળખે છે. ધૂનનો બાદશાહ, સંગીતનો હીરો, રહેમાન આવાં અનેક નામોથી પણ ઓળખાય છે.
- Advertisement -
તેમને બાળપણથી જ તેમનાં પિતા રાજગોપાલ કુલશેખર પાસેથી સંગીતનો વારસો મળ્યો હતો, જેનાથી તેમણે પોતાની પ્રતિભાથી ઈતિહાસ રચ્યો હતો. આજે, એ.આર. રહેમાનના 58મા જન્મદિવસના વિશેષ તરીકે, અમે તેમની સાથે જોડાયેલી આવી જ રસપ્રદ ઘટના લઈને આવ્યાં છીએ, જ્યારે ગાયકે આર્થિક તંગીના કારણે પોતાનાં સંગીતનાં સાધનો વેચી દીધાં હતાં.
એઆર રહેમાને સંગીત સાધનો વેચ્યાં :-
એઆર રહેમાન ફિલ્મ જગતમાં સંગીતકાર અને ગાયક તરીકે જાણીતાં છે. એવું માનવામાં આવે છે કે સંગીતને પસંદ કરનાર વ્યક્તિ માટે સંગીતનાં સાધનો ખૂબ જ ખાસ વસ્તુ હોય છે. પરંતુ જ્યારે એઆર રહેમાન પર ખરાબ સમય આવ્યો ત્યારે તેણે પોતાની આ કિંમતી વસ્તુ વેચવી પડી હતી. આઇએમડીબીના રિપોર્ટ અનુસાર, જ્યારે રહેમાને 9 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યાં ત્યારે તેમનાં પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. રહેમાને તેમનાં પિતા પાસેથી સંગીત શીખ્યાં અને તેમનાં જવાથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. ઘરની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ થવા લાગી અને તેનાં કારણે એઆર રહેમાનને તેમનાં સંગીતનાં સાધનો વેચવાની ફરજ પડી હતી.
પરંતુ એવું કહેવાય છે કે જેઓ પ્રયત્ન કરે છે તે ક્યારેય હારતા નથી. બરાબર એ.આર. રહેમાન સાથે પણ એવું જ બન્યું અને સખત સંઘર્ષ કર્યા પછી તે એક મહાન સંગીતકાર અને ગાયક તરીકે ઉભરી આવ્યાં છે.
- Advertisement -
એઆર રહેમાનના લોકપ્રિય ગીતો
એઆર રહેમાને સંગીતકાર અને ગાયક તરીકે ઘણી ફિલ્મોમાં ભાગ લીધો છે. જેમાં બોલિવૂડ, સાઉથ સિનેમા અને હોલીવુડની ફિલ્મો સામેલ છે. જો આપણે તેમનાં કેટલાક લોકપ્રિય ગીતો તરફ નજર કરીએ તો, આ ગીતોનાં નામ શામેલ છે. :-
લોકપ્રિય ગીતો :-
તાલ ટાઈટલ ટ્રેક
રોજા જાને મન
દિલ સે રે
યે જો દેશ હૈ મેરા
માં તુજે સલામ
જય હો
માહી વે
આ તમામ ગીતોમાં એ આર રહેમાને કા’તો સ્વર આપ્યો છે અથવા તો સંગીત આપી આ ગીતોને અમર કરી દીધાં છે.
એઆર રહેમાન ઓસ્કાર વિજેતા ગાયક :-
એઆર રહેમાને વિશ્વનો સૌથી મોટો એવોર્ડ ઓસ્કર જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. 2009 માં, તેમને સ્લમડોગ મિલિયોનેર ફિલ્મનાં જય હો ગીત માટે શ્રેષ્ઠ ગીત માટે એકેડેમી એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેમને ગ્રેમી એવોર્ડ અને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યાં છે.