મારું જૂનાગઢ-ગ્રીન જૂનાગઢ મહાઅભિયાનનો થશે પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા તા. 5 જૂનનાં વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિતે હયાત ડિવાઇડર ઉપર 1000 વૃક્ષોનું વાવેતર કરી મારું જૂનાગઢ- ગ્રીન જૂનાગઢ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા તા. 5 જૂનનાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિતે જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા જૂનાગઢ મનપા, જોષીપરા વિસ્તાર અને વિવિધ સોસાયટીઓનાં લોકોનાં સંયુક્ત ઉપક્રમે હયાત ડિવાઇડર ઉપર 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ સાથે જ મારું જૂનાગઢ-ગ્રીન જૂનાગઢ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત તા. 5 જૂન સવારે 10 કલાકે સરદાર પટેલ માર્ગ (ખલિલપુર) શુભેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ખલિલપુર રોડનું સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ એવું નામકરણ કરવામાં આવશે. આ પ્રસંગે મનપાનાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિતનાં આગેવાનો હાજર રહેશે.