શિપિંગ કોર્પોરેશનની ખાનગીકરણ પ્રક્રિયા થશે
ખાસ-ખબર સંવાદદાતા
એલઆઈસીના ઈસ્યુને સારો પ્રતિસાદ મળ્યાને પગલે સરકાર વધુ એક કંપની વેચવાની તૈયારીમાં લાગી છે. સપ્ટેમ્બર સુધીમાં શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની વેચાણ પ્રક્રિયા થવાની શકયતા છે. કંપની દ્વારા મુખ્ય અન્ય સંપતિનું વિભાજન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. વ્યુહાત્મક યોજના અંતર્ગત શીપીંગ હાઉસ, તાલીમ સેન્ટરો વગેરે અલગ રખાશે.
ત્રણ-ચાર મહિનામાં બીડ મંગાવવામાં આવે તેવી શકયતા છે. કંપનીની મુખ્ય સિવાયની સંપતિનું મૂલ્ય 31 માર્ચ 2022ની સ્થિતિએ 2392 કરોડ હતું. ડીસઈન્વેસ્ટમેન્ટ વિભાગ દ્વારા ડીસેમ્બર 2020માં 63.75 ટકાનો સમગ્ર સરકારી હિસ્સો વેચવા લેટર ઓફ ઈન્ટરેસ્ટ મંગાવાયો હતો. હવે ચાલુ વર્ષમાં સમગ્ર ખાનગીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.
ચાલુ વર્ષ માટે ડીસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક 65000 કરોડનો હોવાનું ઉલ્લેખનીય છે.