મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમ પહોંચ્યાં
ભારતીબાપુએ મારા નામનું વીલ બનાવ્યું હતું, 8 મહિના પછી ખોટું વીલ કાઢ્યું
- Advertisement -
બાપનો વારસદાર દિકરો હોય તેમ ગુરુનો વારસદાર તેનો શિષ્ય જ હોય: હરિહરાનંદ બાપુ
ખાસ-ખબર સંવાદદાતા
સરખેજ ભારતી આશ્રમની સંપત્તી વિવાદનાં રાજ્યભરમાં ઘેરા પડધા પડ્યાં છે. એક વરિષ્ઠ સંત કંટાળી બધુ છોડીને જતુ રહેવું પડ્યું હતું. સરખેજ ભારતી આશ્રમનાં વિવાદને લઇ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ વડોદરાથી ગુમ થયા હતાં અને 4 દિવસ બાદ નાસીક નજીકથી મળી આવ્યાં હતાં. ગઇકાલે વડોદરા પહોંચ્યા બાદ પોલીસે તેમની પુછપરછ કરી હતી. રાત્રે જૂનાગઢનાં ભવનાથમાં આવેલા ભારતી આશ્રમ ખાતે પહોંચ્યાં હતાં. રાત્રીનાં મિડીયા સાથેની વાતમાં હરિહરાનંદ ભારતીબાપુએ કહ્યું હતું કે,સરખેજ આશ્રમનો વિવાદ મને ઉચિત લાગ્યો નહી એટલે બધુ છોડીને જતો રહ્યો હતો. તંત્ર અને મારા સેવકો મને પરત લાવ્યાં છે. હવે મારુ પ્રારબ્ધ નકકી કરશે. બ્રહ્મલીન ભારતીબાપુએ મારા નામનું વીલ બનાવ્યું હતું. આઠ મહિના બાદ ખોટું વીલ કાઢવામાં આવ્યું છે. મારી પાસે રજીસ્ટ્રારનું વીલ છે તે અન્ય વીલ છે તે નોટરીનું વીલ છે.
- Advertisement -
બાપનો વારસદાર દિકરી હોય તેમ ગુરૂનો વારસદાર તેનો શિષ્ય હોય છે. ભારતીબાપુનો શિષ્ય હું છું અને મારો શિષ્ય ઋષિભારતી છે. 2019માં મારા નામનું વીલ કર્યું હતું. મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુને પુછવામાં આવ્યું કે કોઇ ધારાસભ્ય અને સાંસદ સભ્ય દબાવતા હતા ? કોણ છે તે ?. આ સવાલનાં જવાબમાં હરિહરાનંદ ભારતીબાપુએ એક સંતને શોભ તેમ કહ્યું હતું કે, કોઇ વિવાદ કરીને ફાયદો નથી. નામ આપીને કોઇ જ ફાયદો નથી. મહામંડલેશ્ર્વ હરિહરાનંદ ભારતીબાપુ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમે પહોંચ્યાં ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ હરિહરાનંદ બાપુએ ભારતીબાપુની પ્રતિમાની પુજા અર્ચના કરી હતી.
નેતાઓ કોણ છે તેનો ખુલાસો થવો જોઇએ : ઋષિભારતી બાપુ
અમદાવાદમાં આવેલાં સરખેજ આશ્રમનાં વિવાદને લઈને ઋષિભારતી બાપુએ એક ટીવી ચેનલ સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, પૂજ્ય હરિહરાનંદ ભારતીબાપુને નેતાઓ દબાવતા હતાં. આ નેતાઓ કોણ છે તેનો ખુલાસો થવો જોઇએ. ગત 20 માર્ચનાં રોજ મારા ઉપર હુમલો થયો હતો. આ અંગે હું ગૃહમંત્રીને પણ મળ્યો હતો. તેમજ લેખિતમાં રજૂઆત કરી હતી. મારી સાથે ભેદભાવ થઇ રહ્યો છે. મને હટાવી અન્યને બેસાડવાનાં પ્રયાસ થઇ રહ્યાં છે. મને કથા, ભંડાર ન કરવા કહેવામાં આવતું હતું. દિવ્ય પરંપરા પર ઘા થયો છે. મેં બ્રહ્મલીન ભારતીબાપુની 18 વર્ષ સેવા કરી છે. સમય થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
વીલમાં 85 વીઘા જમીન મારા નામે
હરિહરાનંદ ભારતીબાપુએ કહ્યું હતું કે, સનાથલ પાસેની 85 વીઘા જમીન વીલમાં મારા નામે છે. હું જમીન આપવા તૈયાર હતો. પરંતુ ટ્રસ્ટીઓને વિરોધ હતો. તેમજ ટ્રસ્ટ મંડળ નકકી કરીને ફરિયાદનું વિચારશે.
સમગ્ર વિવાદમાં સ્ત્રી પાત્રની ભૂમિકા?
અમદાવાદનાં સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ઉભો થયો છે. આ વિવાદમાં સ્ત્રી પાત્ર હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ હાલ આ અંગે કોઇ બોલવા તૈયાર નથી.
સત્યને ન્યાય મળવો જોઇએ: હરિહરાનંદ બાપુ
હરિહરાનંદ ભારતીબાપુએ કહ્યું હતું કે, હું નાસીકનાં ત્રંબકનાં અખાડામાં જવાનો હતો. જે સત્ય છે તેને ન્યાય મળવો જોઇએ. તેમજ વરિષ્ઠ સંતોએ પણ આગળ આવવું જોઇએ.



