ખાસ ખબર સંવાદદાતા
ક્લબના ઉપક્રમે તા. 26 થી 29 એપ્રિલ સુધી સરગમ પરિવારનાં સભ્યો લેડીઝ ક્લબ, કપલ ક્લબ, સીનીયર સિટીઝન ક્લબ, જેન્ટ્સ ક્લબ તેમજ દાતાઓ અધિકારીઓ અને આમંત્રિતો માટે મુબઈનું પ્રખ્યાત નાટક મુનીઝા અભિનીત પપ્પા મારા પુષ્પારાજ નો કોમેડી શો યોજાયેલ આ નાટ્ય શોમાં કલાકાર તરીકે આરઝુ લીંબચિયા – મોહસીન શેખ – હેતલ ગાલા – પ્રશાંત પડવલ – જાયેશ ભટ્ટ – અભિષેક સોંલકી – દિલીપ સોમૈયા – જીતુ મહેતા અભિનય માં ઓજસ પાથર્યા હતા. આ કાર્યકમમાં રાજકોટનાં મહાનુભાવો એ હાજરી આપેલ બળવંતભાઈ દેસાઈ (વોકાહાર્ટ હોસ્પિટલ), વિનોદભાઈ બરચા, કિશોરભાઈ કોટક, વિજયભાઈ કારિયા, ધનરાજભાઈ જેઠાણી (ધનરાજ ગ્રુપ), જ્યોતીન્દ્રભાઈ મહેતા, કાશ્મીરાબેન નથવાણી, મનસુખભાઈ રામાણી, ડો.સિદ્ધાર્થભાઈ પટેલ, વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ગીતાબેન હિરાણી, હેતલબેન થડેશ્વર તેમજ કમિટી મેમ્બરે જહેમત ઉઠાવી હતી.



