‘ઓછાં વરસાદી જિલ્લામાં કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાટાથી ખેડૂતનાં નસીબ બદલાયાં’ – PM નરેન્દ્ર મોદી
‘બનાસની બહેનો સંતાનોથી વધુ પશુઓને સાચવે છે, લગ્ન પ્રસંગ છોડી દેશે, પણ પશુઓની કાળજી રાખશે’
- Advertisement -
નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ CM કહ્યા, તો શંકર ચૌધરીને ઊર્જાવાન મેરે સાથી કહી સંબોધ્યા
મા નડેશ્ર્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શત શત નમન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું આજે પીએમ નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે, સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો જોડાયા હતા.
આ પ્રસંગે PM મોદીએ ’નમસ્તે, તમે બધા મજામાં’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. મા નડેશ્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શત શત નમન કરી મજાક કરતાં તેમણે કહ્યું હતું કે થોડું હિન્દીમાં બોલીને ગુજરાતીમાં બોલીશ, બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા. આપની ક્ષમા અને મંજૂરી સાથે થોડું હિન્દી બોલું છું.
- Advertisement -
પહેલાં ગલબા કાકાને નમન: વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં ગલબા કાકાના નામે મેડિકલ કોલેજ ખૂલી. તેમણે ખેડૂતપુત્ર હોવાથી મોટું કામ કર્યું છે. સૌથી પહેલા હુ ગલબા કાકાને મસ્તક નમાવું છું. બીજા નમન માતા-બહેનોને, જેઓ પોતાનાં સંતાનો કરતાં વધારે કાળજી પશુઓની રાખે છે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. એ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસક્રીમ ઉત્પાદન કરશે.
બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે: PM મોદી
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં ગ્રામ્ય અર્થતંત્ર કેવી રીતે મજબૂત થઈ શકે, માતાઓ અને બહેનોનું સશક્તીકરણ, સહકારી ચળવળ કેવી રીતે આત્મનિર્ભર ભારત અભિયાનને બળ આપી શકે, આ બધું અહીં પ્રત્યક્ષપણે અનુભવી શકાય છે. બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. કંચન માટે સરકારના કચરાના અભિયાનને મદદ કરવા માટે આ છે.


