હવેથી વ્હોટ્સએપ કોલિંગમાં 32 લોકોને જોડી શકાશે
સભ્ય ગ્રુપ છોડે તો અન્ય સભ્યોને ‘લેફ્ટ’નો મેસેજ નહીં મળે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વોટસએપ અનેક નવા ફીચર્સ લાવ્યું છે. હવે એક સાથે અનેક ગ્રુપ્સમાં વાત કરવી વધુ સરળ બની જશે. કંપનીએ એલાન કર્યું છે કે તે ‘કોમ્યુનિટી’ નામનું એક ફીચર લાવી રહી છે જેમાં વોટસએપ અનેક ગ્રુપ્સને એડમિન એક સાથે એક કોમ્યુનિટીના દાયરામાં લાવી શકશે. જો કે કોમ્યુનિટીમાં કેટલા ગ્રુપ્સ આવી શકે છે તેની સંખ્યા પર મર્યાદા લાગુ રહેશે. લોકોની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે એડમિનની મંજૂરી વગર એક ગ્રુપના લોકો બીજા ગ્રુપના નંબર અથવા નામને જોઈ શકશે નહીં પરંતુ એક સાથે એક કોમ્યુનિટીના ગ્રુપ્તસ સાથે સંવાદ કરવો સરળ જરૂર બની જશે. આ ફીચર કમ્યુનિટી ઉપર પણ લાગુ પડશે. સાથે જ જો કોઈ ગ્રુપ છોડવા માંગતું હોય તો સાઈલન્ટ એક્ઝિટનું ફીચર પણ મળશે વોટસએપની વોઈસ કોલમાં હવે 32 લોકોને જોડવાની સુવિધા મળશે. કોલિંગ માટે નવી ડિઝાઈન પણ આવશે.


