જે.બી. કરમુર હજુ હવામાં ઉડે છે, તેમને ટાંકણી કોણ અડાડશે?
રામનવમીની શોભાયાત્રામાં કોળી સમાજનાં આગેવાનો સમક્ષ P.I. કરમુર થૂંક્યા અને તેમને કહ્યું ‘કોળીઓએ મારૂં શું ઉખાડી લીધું?’
જેતપુરનાં માથાફરેલ પી.આઈ. જે.બી. કરમુર હજુ પણ પોતાની સજારૂપે થયેલી બદલીને સ્વીકારી શકતા નથી. તેમનો અહમ એટલો પ્રચંડ છે કે, હજુ પણ તેઓ જેતપુર છોડવા તૈયાર નથી. એટલું જ નહીં, કોળી સમાજને ઉશ્કેરવા તેઓ સતત પ્રયત્ન કરી રહ્યાં હોવાની માહિતી સ્વયં કોળી સમાજનાં પ્રમુખ ચંદુભાઈ કોળીએ આપી હતી.
જેતપુર કોળી સમાજનાં પ્રમુખનાં જણાવ્યા અનુસાર જેતપુર રામનવમીનાં દિવસે નીકળેલી શોભાયાત્રામાં જે.બી. કરમુર ચંદુભાઈ સમક્ષ જઈને ત્રણ-ચાર વખત ‘હાક થૂ…’ કરીને થૂંક્યા હતા અને વારંવાર તેમણે પ્રમુખને કહ્યું હતું કે, ‘તે મારૂં શું ઉખાવિવાદનો પર્યાય બની ચૂકેલાં જેતપુરનાં પી.આઈ. કરમુરની અત્યંત છીછરી હરકતો : તેમને કોણ છાવરી રહ્યું છે?
- Advertisement -
હજુ સુધી કરમુરને રિલિવ કેમ કરાયા નથી?
વિવાદાસ્પદ પી.આઈ. જે.બી. કરમુરની બદલીને ઘણાં દિવસો થયાં છતાં તેઓ ધરાહાર ચાર્જ છોડતાં નથી અને ઉચ્ચ અધિકારીઓ તેમને ચાર્જ છોડવાનું કહેતાં નથી. જેતપુરમાં તેમનો એક-એક દિવસ શહેરવાસીઓ માટે ભારે છે. કારણ કે, આ મીટર વગરનાં અધિકારીનાં ગેરવર્તનથી આખું શહેર ત્રસ્ત છે.
બદલી રોકાવવા પી.આઈ. જે.બી. કરમુર રાજકીય નેતાઓનાં સંપર્કમાં!
P.I. જે.બી. કરમુરને કોળી સમાજ અંગે બફાટ કરવાનું ભારે પડ્યું છે. કોળી સમાજ દ્વારા ગુજરાતભરમાં કલેક્ટર, મામલતદારોને આવેદન આપીને કરમુરને સસ્પેન્ડ કરવાની માંગણી થઈ રહી છે. આવા સંજોગોમાં પણ કરમુર પોતાની બદલી રોકાવવા રાજકારણીઓનાં સતત સંપર્કમાં હોવાનું ચંદુભાઈ કોળીએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું.
ગાંધીનગરમાં આંદોલન કરશે કોળી સમાજ
અત્યંત વિવાદાસ્પદ બની ચૂકેલાં અને પોતાના ઉદ્ધત વર્તન માટે પંકાયેલા ઙ.ઈં. કરમુર વિરૂદ્ધ ઠેઠ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરીને તેમનાં સસ્પેન્શનની માંગણી કરવામાં આવી છે. આ માંગ સ્વીકારવાની વાત તો દૂર રહી, બદલી થયાં બાદ તેમણે ચાર્જ પણ છોડ્યો નથી. કોળી સમાજનાં પ્રમુખ ચંદુભાઈ કોળીએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ જો કરમુરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ગુજરાતભરનાં કોળી સંગઠનો ગાંધીનગરમાં શાંતિપૂર્ણ આંદોલન કરશે.
- Advertisement -
શું છે સમગ્ર મામલો?
કોળી સમાજના આગેવાન ચંદુભાઈ મકવાણા એક સામાજિક રજૂઆત બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં કોળી સમાજના આગેવાનનું પી.આઈ. જે. બી. કરમુરે અપમાન કર્યું હતું જે અંગે કોળી સમાજમાં રોષ ફેલાયો હતો. પી.આઈ. જે.બી. કરમુરે એવું કહ્યું હતું કે, તમે બધા દલાલનું કામ કરો છો. કોળીઓ દલાલ છે. આમ, કોળી સમાજને દલાલ કહેવા બદલ પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ સમગ્ર કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. જોકે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે માત્ર જે.બી. કરમુરની બદલી કરી સંતોષ માની લીધો છે. બીજી તરફ કોળી સમાજ જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની માંગ પર અડીખમ છે. જે.બી. કરમુરની બદલી થયા બાદ તે સુધાર્યા નથી એટલે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે.ડી લીધું!’. આમ કોળી સમાજને સતત ઉશ્કેરવા તેમનાં પ્રયત્નો ચાલું જ છે.



